Gujrat: રાજ્યમાં રક્તપિત્ત અંગે જાગૃતિ લાવી તેની વિનામૂલ્યે સારવાર મળી રહે તે માટે ગુજરાત (Gujrat) માં અનેકવાર અભિયાન ચલાવવામાં આવી રહ્યાં છે. વિકસિત ભારત અભિયાન અંતર્ગત રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા તમામ જિલ્લાઓમાં 30 જાન્યુઆરીએ ગાંધી નિવાર્ણ દિવસ તથા એન્ટી લેપ્રસી ડે નિમિત્તે 30 જાન્યુઆરી થી 13 ફેબ્રુઆરી 2025 દરમિયાન સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમ્પેઇન – જન જાગૃતિ અભિયાન યોજાશે.
જન જાગૃતિ અભિયાન યોજાશે
આ પખવાડિયા દરમિયાન રકતપિત્ત વિશે નાગરીકોમાં વધુ જનજાગૃતિ લાવવા માટે કામગીરી હાથ ધરાશે.રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા વર્ષોથી રક્તપિત્તને નાથવા માટે અનેક પગલા હાથ ધરવામાં આવી રહ્યાં છે. જેના પરિણામે રાજ્યમાં પ્રિવેલન્સ રેટ એક કરતાં ઓછો લાવવામાં સફળતા મળી છે એટલે કે, ડિસેમ્બર-2024 સુધીમાં 10 હજારની વસ્તીએ પ્રિવેલન્સ રેટ 0.40 હાંસલ કરાયો છે.12 હાઇ એન્ડેમીક જિલ્લાઓ પૈકી 7 જિલ્લાઓ ભરૂચ, દાહોદ, મહિસાગર, નવસારી, પંચમહાલ, સુરત અને વડોદરામાં રક્તપિત્તનું પ્રમાણદર એક ટકા કરતા ઓછું લાવવામાં પણ સફળતા મળી છે.
રાજ્યભરમાં લેપ્રસી અવેરનેસ કેમ્પેઇન યોજાશે
આ ઉપરાંત રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા રકતપિત્તના વણ શોધાયેલ દર્દીઓ શોધવા લેપ્રસી કેસ ડીટેકસન કેમ્પેઇન, એકટીવ કેસ ડીટેકશન એન્ડ રેગ્યુલર સર્વે, સ્પર્શ લેપ્રસી અવેરનેશ કેમ્પેઇન, હાર્ડ ટુ રીચ એરીયા કેમ્પેઇન, દર માસે ત્રીજા શુક્રવારે સર્વે જેવી ખાસ ઝુંબેશ હાથ ધરીને સધન કામગીરી કરવામાં આવે છે. જેમાં જનરલ હેલ્થ સ્ટાફ અને આશાની ટીમો દ્વારા ઘરે-ઘરે તપાસ કરી રકતપિત્ત નવા દર્દી શોધીને ત્વરીત બહુ ઔષધિય સારવાર હેઠળ મુકી તેઓને રોગ મુકત કરવામા આવે છે તેમ વધુમાં જણાવાયું છે.