Political News : આમ આદમી પાર્ટીના ( AAP ) નેશનલ જોઈન્ટ સેક્રેટરી ગોપાલ ઈટાલીયાએ દિવસે ને દિવસે બદતર બનતી સ્થિતિ માટે એક વિડીયોના માધ્યમથી જણાવ્યું હતું કે, ગુજરાતની ભાજપ સરકારના ( BJP ) રાજમાં ગુજરાતની હાલત યુપી બિહાર કરતા પણ વધુ ખરાબ થઈ રહી છે, એના બોલતા પુરાવા રોજે રોજ આપણી સામે આવતા હોય છે. તાજેતરમાં અમદાવાદમાં કેટલાક અસામાજિક તત્વોએ તલવારો લઈને આતંક મચાવ્યો અને વડોદરામાં નશાની હાલતમાં એક નબીરાએ બેફામ કાર ચલાવીને લોકોના જીવ લીધા. આવી ઘટનાઓ અલગ અલગ જીલ્લાઓથી વારંવાર આવતી રહી છે. આવી અનેક હચમચાવનારી ઘટનાઓ ગુજરાતમાં વારંવાર બની રહી છે. આ મુદ્દા પર આમ આદમી પાર્ટીના ( AAP ) નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને સ્થાનિક સ્વરાજ ચૂંટણીના પ્રદેશ પ્રભારી ગોપાલ ઈટાલીયાએ એક વીડિયોના માધ્યમથી પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં દિવસેને દિવસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખરાબ થઈ રહી છે અને UP-બિહાર કરતાં પણ વધુ ખરાબ હાલત થઈ રહી છે.
( AAP ) ગોપાલ ઈટાલીયાએ જણાવતા કહ્યું કે, મારું અનુમાન છે અને મારી કલ્પના છે કે ગુજરાતના ગૃહમંત્રી અને DGPએ કદાચ એવું નક્કી કર્યું હશે કે સો કલાકમાં તમામ લુખ્ખાઓ વિરુદ્ધ એક્શન લેવામાં આવશે અને તેમની યાદી બનાવવામાં આવશે, તો મારો સવાલ છે કે હવે લુખ્ખાઓને છાવરનારા લોકો જ લુખ્ખાઓની યાદી બનાવશે? ગુજરાતમાં તમામ જગ્યાએ લુખ્ખાવેડા કરતા માથાકૂટો કરતા અસામાજિક તત્વોને છાવરે છે કોણ? ભાજપના ધારાસભ્યો, ભાજપના જિલ્લા પંચાયતના સભ્યો અને ભાજપના સંગઠનના માણસો જ આવા લુખ્ખાઓને છાવરે છે. ગુજરાતના લુખ્ખાઓને ભાજપનું પીઠબળ મળેલું છે, એટલા માટે જ આવા લુખ્ખાતત્વો તલવારો લઈને રસ્તા પર નીકળી જાય છે. એક સામાન્ય માણસ અને એક ગરીબ માણસ માટે તલવાર દૂરની વાત રહી પરંતુ હેલ્મેટ વગર પણ ઘરની બહાર નથી નીકળી શકતો. રસ્તા પર લારી લઈને શાકભાજી વેચનાર કરી માણસની લારી પણ પોલીસ ઉંધી કરી નાખે છે તેટલી તાકાત પોલીસમાં છે. કારણ કે લારીમાં શાકભાજી વેચવાવાળા માણસ પાછળ ભાજપનું પીઠબળ નથી, પરંતુ અમુક લોકો તલવારો લઈને રસ્તા પર નીકળી જાય છે કારણ કે તે લોકોને ભાજપનું પીઠબળ છે.
ગુજરાતના મુખ્ય પોલીસ અધિકારીને વિનંતી કરતા ( AAP ) ગોપાલ ઈટાલીયાએ કહ્યું હતું કે, જો તમારી ગુજરાતને યુપી બિહાર બનતું હોય તો અને લુખ્ખાગીરી ઓછી કરવી હોય તો લુખ્ખાઓની લિસ્ટ બનાવવાની જગ્યાએ તે લોકોને છાવરનારા ભાજપના નેતાઓનું લિસ્ટ બનાવો અને જો પોલીસમાં હિંમત હોય તો એક પણ આવા ભાજપના નેતાનો કોલર પકડી બતાવો. હું આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ( AAP ) કામ માટે ફરતો હોઉં છું અને મે દરેક જગ્યાએ જોયું છે કે દરેક જગ્યા પર અસામાજિક તત્વોને ભાજપનો સમર્થન છે. ગુંડાઓ અને અસામાજિક તત્વો પર ભાજપના નેતાઓ એફઆઇઆર પણ નથી થવા દેતા. જો હર્ષ સંઘવી અને વિકાસ સહાય મને લેખિતમાં ખાતરી આપે તો હું પોતે ભાજપના 50 લુખાઓનું લિસ્ટ હું આપવા માટે તૈયાર છું. જે ભાજપના લોકો લુખ્ખાવેડા કરે છે, ગુંડાગીરી કરે છે, દારૂ પણ વેચતા હોય છે અને બીજી અસામાજિક પ્રવૃત્તિમાં સંકળાયેલા હોય તેવા નેતાઓના નામ મારી પાસે પડ્યા છે. પરંતુ મને લેખિતમાં ખાતરી આપવામાં આવે કે આ તમામ પર કડક કાર્યવાહી કરવામાં આવશે તો હું લિસ્ટ આપવા માટે તૈયાર છું.
ગોપાલ ઈટાલીયાએ વધુમાં જણાવ્યું હતું કે, આ લુખ્ખા લોકો પર એવી કાર્યવાહી કરવામાં આવે કે જિંદગીભર આ લોકો જેલમાંથી છૂટે નહીં અને એવી જેલમાં રાખવામાં આવે કે જ્યાં તેઓ મોબાઇલ પણ ના વાપરી શકે. કારણ કે ભાજપના રાજમાં તો જેલમાં બેસીને લુખ્ખાઓ facebook લાઇવ કરતા હોય છે અને જેલમાં બેઠા બેઠા ખંડણીઓ માંગે છે અને જેલમાં બર્થ ડે પાર્ટી પણ ઉજવે છે. ગુજરાતમાં તલવારો લઈને નીકળવાવાળી ટોળકી પાછળ કયા નેતાનું પીઠબળ છે તેની તપાસ થવી જોઈએ. મારી વિનંતી છે કે ફક્ત તમાશો નહીં પરંતુ આ લોકો પર એક્શન લેવામાં આવે.