America: માં વસતા ગુજરાતીઓ ચેતજો. ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા એક ઇન્ટરવ્યુ રવિવારે પબ્લિશ થયો હતો.જેમાં અમેરિકન (America) પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને સવાલ કર્યો હતો કે,યુએસમાં મંદી આવશે કે કેમ તે અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો.આ સવાલનો જવાબ આપતા અમેરિકન (America) પ્રેસિડેન્ટે મંદીની શક્યતા નકારવાનો ઇન્કાર કરી દેતા કહ્યું હતું કે, મને આ પ્રકારની બાબતો પર કોઈ આગાહી કરવી બિલકુલ પંસદ નથી. તેમણે કહ્યું કે હાલ ટ્રાન્ઝીશન પિરિયડ ચાલી રહ્યો છે.પોતાની સરકાર જે કરી રહી છે તે ખૂબ જ મોટું કામ છે.ટ્રમ્પે એવો પણ દાવો કર્યો હતો કે, પોતે અમેરિકાની સંપત્તિ દેશમાં પાછી લાવી રહ્યા છે.
America માં વસતા ગુજરાતીઓ ચેતજો 2025માં મંદી આવશે? ટ્રમ્પે પણ હાથ અદ્ધર કરી દીધા! | Donald Trump
