mahakumbh 2025: ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં હાલ મહાકુંભ (mahakumbh) ચાલી રહ્યો છે. આ મહાકુંભમાં લાખો ભક્તિો આસ્થાની ડુંબકી લગાવી રહ્યા છે. આ મહાકુંભ (mahakumbh) માં ગુજરાતથી પણ અનેક લોકો ગયા હતા. ત્યારે મહાકુંભ (mahakumbh) થી પરત ઘરે ફરી રહેલા ગુજરાતી શ્રદ્ધાળુઓના વાહનનો ગોજારો અકસ્માત (accident) થયો છે.આ અકસ્માત (accident) ટ્રક અને ટ્રાવેલર ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 4 લોકોના ઘટના સ્થળ પર મોત થઈ ગયા છે. જ્યારે 8 લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે.
અકસ્માતમાં 4 લોકોના ઘટના સ્થળ પર મોત
મળતી માહિતી અનુસાર લીમખેડાના પાલ્લી હાઈવે પર ગોજારો અકસ્માત સર્જાયો હતો. જ્યા રસ્તા પર ઉભેલા ટ્રક પાછળ ટ્રાવેલર ગાડી અથડાતા ગંભીર અકસ્માત (accident) થયો હતો. આ અકસ્માતમાં ભરૂચના અંકલેશ્વર અને ધોળકા વિસ્તારના બે પરિવારના સભ્યો અકસ્માતનો ભોગ બન્યા હતા. ઈજાગ્રસ્ત દર્દીને દાહોદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. જ્યારે મૃતદેહને લીમખેડા લઈ જવામાં આવ્યા છે. સમગ્ર ઘટનાને લઈ હાઈવે ઓથોરિટી 108 ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.અકસ્માત (accident) ને કારણે પરિવારમાં તનાવ ભર્યો માહોલ સર્જાય ગયો હતો.
8 લોકો ગંભીર રીતે ઘાયલ
આ સાથે સાથે ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ જિલ્લામાં પણ મોટો માર્ગ અકસ્માત (accident) થયો હતો. આ અકસ્માતમાં 10 લોકોના મોત થયા હતા. મળતી માહિતી અનુસાર 19 લોકો ઘાયલ પણ થયા હતા.પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને ઘાયલોને બચાવી લેવામાં આવ્યા અને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા. દરમિયાન, મૃતદેહોને શબઘરમાં રાખવામાં આવ્યા છે. બોલેરોમાં સવાર બધા જ પુરુષો હતા, જેમની ઉંમર 25 થી 45 વર્ષની વચ્ચે હતી. આ અકસ્માતમાં બધાએ પોતાના જીવ ગુમાવ્યા છે.