Gandhinagar : ગુજરાત (Gujarat) ની રાજનીતિએ 24×7 એલર્ટ મોડમાં રહેનારી છે. કેમકે ક્યારે કોણ અને ક્યાંથી રાજીનામુ આપે એ નક્કી નથી હોતું. ગુજરાત (Gujarat) માં ચૂંટણી હોય કે ના હોય પણ રાજકીય પક્ષોમાંથી રાજીનામાનો દોર યથાવત જોવા મળતો હોય છે. કેમકે વર્ષ 2022માં વિધાનસભાની સામાન્ય ચૂંટણી બાદથી અત્યાર સુધીમાં કુલ 6 ધારાસભ્યો તેમનો પક્ષ છોડીને ભાજપમાં જોડાઈ ચુક્યા છે. જેમાં કોંગ્રેસ માંથી સૌથી વધુ 4 અને પછી આમ આદમી પાર્ટી અને અપક્ષના એક ધારાસભ્ય મળીને કુલ 6 ધારાસભ્યોએ રાજીનામાં ધરી દીધા છે. અને હજુ પણ ચર્ચાઓ એવી છે કે 2થી 3 ધારાસભ્યો ભાજપમાં વર્ષ 2027ની વિધાનસભાની સામાન્ય ચૂંટણી પહેલા જોડાઈ જશે એવી ચર્ચાઓ રાજકીય ગલીઓમાં ચાલી રહી છે.
કોંગ્રેસ, આપ અને અપક્ષના ક્યાં ધારાસભ્યો ક્યારે ભાજપમાં ગયા
ગુજરાત (Gujarat) માં વર્ષ 2022ની ચૂંટણીમાં ભાજપે 156 સીટો જીતીને એક રેકોર્ડ સર્જ્યો હતો કે ગુજરાત (Gujarat) માં એક સાથે આટલી બેઠક જીતનારો પક્ષ ભાજપ બન્યો હતો. જોકે ત્યારબાદથી અત્યાર સુધીમાં એટલેકે એપ્રિલ 2025 સુધીમાં 6 ધારાસભ્યોએ રાજીનામુ આપીને ભાજપ સાથે જોડાયા છે જેમાંથી 5 બેઠક પર પેટાચૂંટણી થઇ અને ત્યાંથી ભાજપ જીતીને આવ્યું. 2022માં 156 સીટો સાથે જીતીને આવેલી ભાજપ હવે 161 ધારાસભ્યોનું સંખ્યાબળ ધરાવે છે. જેમાં ઓપરેશન લોટશ દરમિયાન પોરબંદર (Porbandar) ના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયા (Arjun Modhavadiya), વિજાપુર (Vijapur) ના ધારાસભ્ય સી.જે.ચાવડા (C.J. Chavada), માણાવદર (Manavadar) ના ધારાસભ્ય અરવિંદ લાડાણી (Arvind Ladani), ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલ (Chirag Patel) અને બાદમાં વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (Dharmendra Sinh Jadeja) એ કમળનો હાથ પકડ્યો હતો. જોકે વધુ એક ધારાસભ્ય વિસાવદર (Visavadar) ના પણ ભુપત ભાયાણી (Bhupat Bhyani) એ આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા પણ ત્યાં ચૂંટણી થઈ ના હતી જેથી બેઠક છેલ્લા 1 વર્ષ અને 3 મહિનાથી કરતા વધારે સમયથી ખાલી છે.
2027 પહેલા હજુ પણ પક્ષ પલટો જોવા મળશે ?
ગુજરાત (Gujarat) માં હાલ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કુલ ધારાસભ્યો મળીને જોઈએ તો પણ 20ની સંખ્યા નથી થતી. જોકે હાલમાં ગુજરાત (Gujarat) માં એક ચર્ચા ચાલી રહી છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના 2થી 3 ધારાસભ્યો પક્ષ છોડીને ભાજપ સાથે જોડાઈ તેવી ચર્ચાઓ ચાલી રહી છે. જોકે ભાજપના કેટલાક નેતાઓ એવું પણ કરી રહ્યા છે કે જે પક્ષ પલટો કરીને આવ્યા છે તેમને આ જવાબદારીઓ આપવામાં આવશે. હવે એ જોવાનું રહેશે કે ગુજરાતમાં 2027 પહેલા વિપક્ષ અને આમ આદમી પાર્ટી પાસે કેટલા ધારાસભ્યો બચે છે.