Gujarat : બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા કરશે મોટા ખુલાસા ?

Gandhinagar : ગુજરાતમાં હાલ પેટા-ચૂંટણીનો એક માહોલ સર્જાયેલો છે. જેમાં કડી અને વિસાવદરમાં ચૂંટણી યોજાવાની છે પણ માહોલ તો વિસાવદરનો છે કેમકે ત્યાંથી ગોપાલ ઈટાલીયા મેદાને છે. અને આ જ વિસાવદરની બેઠક પરની પેટા ચૂંટણી માટે AAP ગુજરાતે એક કાર્યકર્તા સંમેલન બોલાવ્યું હતું અને તેમાં બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા હાજર ના રહેતા અનેક અટકળો ચાલી રહી હતી કે રાજીનામુ આપીને ભાજપમાં જોડાશે.

ઉમેશ મકવાણા કરશે મોટો ખુલાસો ?
ગુજરાતમાં જયારે પણ લોકસભા, વિધાનસભા કે પછી પેટા ચૂંટણી હોય કે પછી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ત્યારે વિરોધ પક્ષમાં બેઠેલા ધારાસભ્યો રાજીનામુ આપીને પક્ષ પલટો કરી અને સત્તા પક્ષમાં આવતા હોય છે. ત્યારે હાલમાં એક ચર્ચા ચાલી રહી છે કે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા છેલ્લા કેટલાક સમયથી પક્ષથી નારાજ છે સ્થાનિક લોકો અને કાર્યકર્તાઓના કોલ ઉપાડતા નથી અને વાત તો ત્યાં સુધી ની છે કે સંગઠનના નેતાઓ ના પણ ફોન નથી ઉપાડતા માટે રાજીનામાની ચર્ચાઓ તેજ ચાલી હતી.

રાજીનામાં અંગેની ચર્ચા ચાલતા પ્રેસ બોલાવી
છેલ્લા 24 કલાકથી ઉમેશ મકવાણા રાજીનામુ આપીને ભાજપમાં જોડાશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે જોકે આ તમામની વચ્ચે ઉમેશ મકવાણાએ પત્રકાર પરિષદ બોલાવી અને એ પણ તેમના વિસ્તાર બોટાદમાં નહિ પણ ગાંધીનગર વિધાનસભાના પ્રેસકોન્ફરન્સ હોલ ખાતે બોલાવાયા છે. કેમકે ધારાસભ્ય છેલ્લે બોટાદમાં આવેલા નવા નીરના વધામણાં કરવા માટે ગયા હતા અને પછી હજુ સુધી ત્યાં દેખાણા નથી એવું સ્થાનિક લોકો કહે છે.

Scroll to Top