Gujarat વિધાનસભાનું ચોમાસુ સત્ર આજે બીજા દિવસે પ્રવેશ્યું. બેઠકની શરૂઆત પરંપરા મુજબ પ્રશ્નોત્તરી કાળથી કરવામાં આવી. આજે ખાસ કરીને નાણાં વિભાગ, ઊર્જા, ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ તેમજ જળસંપત્તિ વિભાગના પ્રશ્નો પર ચર્ચા થઈ શકે. સાથે જ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, તેમજ મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મુદ્દાઓ પણ ઉઠાવવામાં આવી શકે છે.
Gujarat વિધાનસભામાં વિધાનસભ્યો દ્વારા સ્થાનિક તેમજ રાજ્યસ્તરીય મહત્વના પ્રશ્નો રજૂ કરવાશે. ખાસ કરીને ખેડૂતો, ઉદ્યોગકારો, સહકારી ક્ષેત્ર અને સામાજિક ન્યાય સંબંધિત મુદ્દાઓ પર સભામાં ચર્ચા જોવા મળી શકે. ચોમાસુ સત્ર દરમિયાન સરકાર દ્વારા આપવામાં આવતા જવાબો અને વિરોધ પક્ષ દ્વારા ઉઠાવવામાં આવતા પ્રશ્નોને કારણે ચર્ચા વધુ તીવ્ર બનવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો – Savarkundla: અતિવૃષ્ટિના સહાય પેકેજ મામલે ખેડૂતોમાં આક્રોશ



