Gujarat Vidhansabha: ગુજરાતમાં વિધાનસભા સૂત્ર ચાલી રહ્યું છે. આ સત્રમાં વિવિધ ધારસભ્યો વિધાનસભા (Gujarat Vidhansabha) ગૃહમાં પ્રશ્નો પૂછતા હોય છે. જેમાં બલવંતસિંહ રાજપૂતને GIDC અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો જેમાં મંત્રીએ જવાબ આપતા કહ્યું હતું કે, વિવિધ જીલ્લામાં GIDCનું નિર્માણ અને વિસ્તાર કરવાનું રાજ્ય સરકાર દ્વારા લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
GIDCનું નિર્માણ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતના છેવાડાના તાલુકાઓમાં નવીન ઔધોગિક વસાહત- GIDCનું નિર્માણ અને વિસ્તાર કરવાનું રાજ્ય સરકાર દ્વારા લક્ષ્ય રાખવામાં આવ્યું છે. જેના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં 07 પ્લોટ અને 04 શેડ તેમજ પાવી જેતપુરમાં 10 પ્લોટ અને 02 શેડની ફાળવણી કરી દેવામાં આવી છે તેમ,વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું.
10 પ્લોટ અને 02 શેડની ફાળવણી કરવામાં આવી છે.
ઉદ્યોગ મંત્રી રાજપૂતે પેટા પ્રશ્નના જવાબમાં ઉમેર્યું હતું કે, નવીન GIDC બનાવવા માટે સરકારી જમીન જે શહેરની નજીક હોય, વાહન વ્યવહારની સુવિધા, હાઇવેની આજુબાજુ, વીજળી,પાણીની વ્યવસ્થા અને રેલવે વગેરે સુવિધા જરૂરી છે. સ્થાનિક યુવાનોએ યોગ્ય રોજગારી મળી રહે તેવા ઉમદા હેતુથી ગુજરાતમાં કોઈ તાલુકો GIDC વિના બાકી ન રહે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે તેમ, મંત્રીએ વધુ વિગતો આપતા ગૃહમાં જણાવ્યું હતું.