Gujarat Vidhansabha: જમીન રી-સરવેને લઈ વિધાનસભામાં મોટો નિર્ણય,રાજ્યનો એક પણ ખેડૂત…..

Gujarat Vidhansabha: વિધાનસભા ખાતે અરવલ્લી, સાબર કાંઠા અને છોટા ઉદેપુર જિલ્લામાં જમીન રી સરવેની કામગીરી અંગેના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મુખ્યમંત્રી વતી જવાબ આપતા ઉદ્યોગ મંત્રી બલવંતસિહ રાજપૂતે જણાવ્યું છે કે, દેશભરમાં ગુજરાત પ્રથમ રાજ્ય છે જેણે પાર દર્શીતા અને નિર્ણાયક્તાથી જમીન રી સરવેની કામગીરી આરંભી છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ જમીન રી-સરવેની કામગીરી સંપૂર્ણ પારદર્શી રીતે કરીને રાજ્યનો એક પણ ખેડૂત રહી નજાય એ જ અમારો નિર્ધાર છે.છેલ્લા બે વર્ષમાં અરવલ્લી જિલ્લામાં રી સરવે અંગેની 2519 અરજીઓ તથા સાબરકાંઠા જિલ્લામાં રી સરવે અંગેની 6358 અરજીઓ આવી હતી. અરવલ્લી જિલ્લામાં 12,191 અરજીઓનો તથા સાબરકાંઠા જિલ્લામાં 22,226 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે. જે અરજીઓ પેન્ડીંગ છે તે ગામોના કલસ્ટર બનાવી માઈક્રો પ્લાનીંગથી અરજીઓના નિકાલની કામગીરી પ્રગતિમાં છે.

જમીન રી-સરવેની કામગીરી સંપૂર્ણ પારદર્શી રીતે

દેશમાં સૌ પ્રથમ વખત ગુજરાતે રી-સરવેની કામગીરી શરૂ કરવામાં આવી હતી. સમગ્ર રાજયમાં માપણીની કાર્યવાહી જમીન મહેસુલ કાયદાની કલમ-95 હેઠળ મુળ માપણી સને 1886 થી શરૂ કરી વિવિધ જીલ્લાઓમાં તબક્કાવાર પ્રથમ માપણી પુર્ણ કરવામાં આવી છે. રાજય સરકાર દ્વારા વર્ષ 2004 થી ખેડુત ખાતેદારોનો જમીન સંબંધિત રેકર્ડ (7/12) ને સમગ્ર દેશમાં પ્રથમ વખત ઓનલાઇન (વેબ બેઝ) રેકર્ડ ઉપલબ્ધ કરાવવાના સાર્થક પ્રયાસો બાદ ખેતીની જમીનોના નકશાઓને પણ ડીઝીટલી તૈયાર કરી ઓનલાઇન ખેડુત ખાતેદારોને ઉપલબ્ધ કરાવવાના હેતુસર રાજય સરકારે આધુનિક માપણીના સાધનો જેવાકે ડીજીપીએસ – ઈટીએસ વડે ખેતીની જમીનોની રી સરવે કરાવવાનું નક્કી કર્યું હતું.

માઈક્રો પ્લાનીંગથી અરજીઓના નિકાલની કામગીરી પ્રગતિમાં

જમીન રી-સરવેની કામગીરી પારદર્શી રીતે અને ભૂલો વગરની થાય તે માટે રાજ્ય સરકારે રાજ્યમાં જમીનોની રી સરવે કામગીરી સને ૨૦૦૯-૧૦ થી શરુ કરી તબક્કા વાર તમામ 33 જિલ્લામાં આ કામગીરી આવરી લેવામાં આવી છે. રી સરવે કામગીરી મુખ્ય ચાર તબક્કામાં કરવામાં આવે છે. જેમાં માપણી, માપણીના પ્રાથમિક નકશા પરત્વે ખાતેદાર દ્વારા કોઇ ભુલ અંગેની રજુઆત કરે તો તેનો નિકાલ, માપણીની ભુલોની નિકાલ થયા પછી નવા તૈયાર થયેલ રેકર્ડની મહેસુલી તંત્રના તમામ જવાબદાર કર્મચારી અને અધિકારી દ્વારા નિયમાનુસાર ચકાસણી અને રેકર્ડ ચકાસણી પછી તેને પ્રમાણિત એટલે કે પ્રમોલગેશન કરવાની કામગીરી. આ ચારેય તબક્કાની કામગીરી પારદર્શી અને ભુલો વગરની થાય તે માટે સ્વયં સ્પષ્ટ સુચનાઓ,પરિપત્રો અને માર્ગદર્શીકા અમલમાં છે.

દરેક ખેતરના નકશા તૈયાર કરવામાં આવે છે

માપણી કરવા અંગેની વૈજ્ઞાનિક પદ્ધતિ સંદર્ભે વધુ માહિતી આપતા મંત્રીએ જણાવ્યું હતું કે, દરેક ગામે ગ્રામસભા પછી જે તે ખાતેદાર કે હિસ્સેદારની હાજરીમાં સ્થળ પર જઇ જમીન માપણી આધુનિક સાધનો ઇ.ટી.એસ. અને ડી.જી.પી.એસ. મશીન વડે કરવામાં આવે છે. રી સરવે પછી તમામ પૈકી સરવે નંબરોને નવા નંબર અપાનાર હોય માપણી શરૂ કરતાં પહેલાં તમામ પૈકી નંબરોની માહિતી મેળવી તથા તેની માપણીના ડેટાને કચેરીમાં પ્રોસેસ કરી સ્થળસ્થિતી મુજબના દરેક ખેતરના નકશા તૈયાર કરવામાં આવે છે.

 

 

 

Scroll to Top