IPL 2025 | ગુજરાત ટાઈન્ટસે ફિલિપ્સની જગ્યાએ ટીમમાં શામેલ કર્યો શ્રીલંકન ઓલરાઉન્ડર

IPL 2025: 'Robot Dog', the new member of the IPL broadcast team, is gaining traction among fans.

Dasun Shanaka Gujarat Titans: ગુજરાત ટાઈટન્સે ગ્લેન ફિલિપ્સને(Glenn Phillips) રિપ્લેસમેન્ટ કરવાની જાહેરાત કરી દીધી છે. ગુજરાતે શ્રીલંકન ખેલાડી દાસુન શનાકા(Dasun Shanaka)ને ટીમમાં શામેલ કર્યો છે. આઈપીએલ 2025માં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે મેચ દરમિયાન ફિલિપ્સને ઈજા પહોંચી હતી. ત્યાર બાદ ટીમે શનાકાને તક આપી હતી. શનાકા ઓલરાઉન્ડર ખેલાડી છે અને ઘણીવાર તેણે પોતાનું અદ્દભુત પ્રદર્શન બતાવ્યું છે. તે શ્રીલંકાનો કેપ્ટન પણ રહી ચુક્યો છે. તેણે બેટિંગ સાથે સાથે બોલિંગમાં પણ સારો રેકોર્ડ બનાવ્યા છે.

ફિલ્ડિંગ કરતી વખતે ફિલિપ્સને ઈજા પહોંચી હતી

IPL 2025 માં ગુજરાતનો ચોથો મુકાબલો હૈદરાબાદ સામે હતો. આ મેચ 6 એપ્રિલના રોજ રાજીવ ગાંધી સ્ટેડિયમમાં રમાઈ રહી હતી. મેચ દરમિયાન ફિલ્ડિંગ કરતી વખતે ન્યૂઝીલેન્ડના સ્ટાર ખેલાડી ગ્લેન ફિલિપ્સને( ઈજા પહોંચી હતી. તેથી તે સિઝનમાં ટીમ માટે એક પણ મેચ રમી શક્યો નથી . પરંતુ તે હૈદરાબાદ સામે અવેજી ખેલાડી તરીકે મેદાનમાં ઉતર્યો હતો.ત્યારે ઈજાગ્રસ્ત થયા બાદ તેને મેદાનની બહાર જવુ પડ્યું હતું.

શનાકાને કેટલો મળશે પગાર

ગુજરાત ટાઈટન્સે(Gujarat Titans) હવે ગ્લેન ફિલિપ્સના સ્થાને શનાકાનો ટીમમાં સમાવેશ કર્યો છે. અને તેને પગાર તરીકે 75 લાખ રૂપિયા આપવામાં આવશે. શનાકા અત્યાર સુધી આઈપીએલમાં ફક્ત એક જ વાર રમી શક્યો છે. તે IPL 2023માં ગુજરાતનો ભાગ હતો. અને તેણે આ સિઝનમાં 3 મેચ રમી હતી.

 


WhatsApp Channel


You Can also Follow us on Social Media
Youtube  | Facebook | Instagram | X (Twitter) | WhatsApp
Scroll to Top