Gujarat : રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં આજે આ મુદ્દે થશે મોટી ચર્ચા

Gandhinagar : આજે સચિવાલય ખાતે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળવાની છે. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળનારી આ બેઠકમાં અનેક મુદ્દાઓ આધારે ચર્ચા થવાની છે અને ખાસ કેટલીક કામગીરી સંદર્ભે રિપોર્ટ પણ માંગવામાં આવશે. જેમાં ઉનાળાના સમય દરમિયાન પીવાનું પાણી અને સિંચાઇના પાણીની વ્યવસ્થા અને માવઠાની આગાહી સાથે રત્નકલાકારોને લઈને મહત્વની ચર્ચા થશે.

કેબિનેટ બેઠકમાં ચર્ચાના મુદ્દાઓ
1. રાજ્યમાં સિંચાઈ અને પીવાના પાણીને લઈ કેબિનેટમાં સમિક્ષા
2. સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં પીવાના પાણી બાબતે સમિક્ષા
3. રાજ્યની સૂચિત નવી જંત્રી સંદર્ભે કેબિનેટમાં ચર્ચા
4. રાજ્યમાં આગામી દિવસોના વાતાવરણ અંગે તૈયારીની સમીક્ષા
5. હીરા ઉદ્યોગની મંદી સંદર્ભે નિમાયેલી કમિટી બાબતે ચર્ચા
6. કમિટીએ હીરાના વેપારીઓ સાથે કરેલી બેઠકો સંદર્ભે ચર્ચા

સિંચાઈ અને પીવાના પાણી મુદ્દે ચર્ચા
રાજ્યમાં આગામી 3 મહિના સુધી ઉનાળુ પાકના સિંચાઈ અને સાથે પીવાના પાણી માટે કેટલા પ્રમાણમાં ડેમમાં પાણીનો જથ્થો છે અને સિંચાઈ માટે કેટલો છોડવામાં આવે છે તેની ચર્ચા કરવામાં આવશે. સાથે સાથે સોંરાષ્ટ્રના અંતરિયાળ વિસ્તારમાં પીવાનું પાણી ઉનાળા દરમિયાન પહોંચી મળે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવે તેવી સૂચનાઓ આપવામાં આવશે.

હીરા ઉધોગમાં આવેલી મંદી અંગે ચર્ચા થશે
સુરતમાં છેલ્લા કેટલાક દિવસોથી હીરા ઉધોગમાં આવેલી મંદીને લઈને સતત વિરોધ થઇ રહ્યો છે. જેને પગલે અગાઉ રાજ્ય સરકાર દ્વારા એક કમિટી બનાવી અને રત્નકલાકારો અને ઉધોગકારો સાથે મળીને સુરત જિલ્લા કલેક્ટર દ્વારા એક મિટિંગ કરીને રિપોર્ટ તૈયાર કર્યો હતો. જોકે હવે રાજ્ય સરકાર આજે એ રિપોર્ટ અંગે કેબિનેટ બેઠકમાં ચર્ચા કર્યા બાદ યોગ્ય નિર્ણય લે તેવી શક્યતા છે.

Scroll to Top