Visavadar : ગુજરાતમાં કોંગ્રેસે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન મામલે શક્તિસિંહ ગોહિલે મૌન તોડીને ખુલાસો કર્યો છે. જેમાં વિસાવદર અને કડી વિધાનસભાની ચૂંટણી માટે બંને બેઠકો પર કોંગ્રેસ ઉમેદવાર ઉભા રાખશે અને ગઠબંધનો એક ધર્મ હોય છે એવું કહી શક્તિસિંહ ગોહિલે વિસાવદરમાં ત્રિપાંખિયો જંગ જામશે એ ખુલીને કહી દીધું.
કોંગ્રેસ પોલિટીકલ અફેર કમિટીએ લીધે મહત્વનો નિર્ણય
શક્તિ સિંહે કડી અને વિસાવદરની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સાથે કોઈ ગઠબંધન ન કરવાનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, હરિયાણામાં આમ આદમી પાર્ટીએ ગુજરાત કોંગ્રેસને નુકસાન પહોંચાડ્યું હતું. ઈન્ડિયા ગઠબંધનના કારણે લોકસભા ચૂંટણીની ભરુચ અને ભાવનગર બેઠક આમ આદમી પાર્ટીને આપવી પડી હતી. શક્તિસિંહ ગોહિલે આમ આદમી પાર્ટીએ કોંગ્રેસના મત તોડ્યા હોવાની વાત જણાવતા કહ્યું કે, વિધાનસભા ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટીએ કોંગ્રેસના મત તોડ્યા હતા. હરિયાણામાં પણ આપ એ કોંગ્રેસને નુકસાન કર્યુ હતું. તેથી કોંગ્રેસ હવે વિસાવદર અને કડીમાં પોતાના ઉમેદવારો ઉતારશે.
શક્તિસિંહ ગોહિલની ગઠબંધન અંગેની મોટી વાતો
– વિસાવદરની પેટાચૂંટણી અંગે મોટા સમાચાર
– વિસાવદરમાં આપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન નહીં
– કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની જાહેરાત
– વિસાવદર પેટાચૂંટણીમાં ઉતારીશું ઉમેદવારઃ શક્તિસિંહ ગોહિલ
– વિસાવદરમાં આપ જાહેર કરી ચૂકી છે ઉમેદવાર
– કોંગ્રેસની પોલિટિકલ અફેર્સ કમિટીમાં મોટો નિર્ણય
– વિસાવદર અને કડી બંનેમાં કોંગ્રેસ રાખશે ઉમેદવાર
– ગુજરાત ત્રીજો મોરચો સ્વીકારતી ન હોવાથી નિર્ણયઃ શક્તિસિંહ ગોહિલ
ગુજરાતે ત્રીજા પક્ષને સ્વીકાર્યો નથી: શક્તિસિંહ ગોહિલ
ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક (Mukul Wasnik) ગુજરાતમાં ઉપસ્થિત છે. ત્યારે કોંગ્રેસ પોલિટિકલ અફેર્સ કમિટીએ પેટા ચૂંટણી મુદ્દે મહત્વનો નિર્ણય લીધો છે. આ નિર્ણય વિશે જણાવતા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિ સિંહ ગોહિલે જણાવ્યું હતું કે, વિધાનસભા ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટીએ કોંગ્રેસના મત તોડ્યા હતા. હરિયાણામાં પણ આપ એ કોંગ્રેસને નુકસાન કર્યુ હતું. તેથી ગુજરાત કોંગ્રેસ હવે વિસાવદર અને કડીમાં પોતાના ઉમેદવારો ઉતારશે. ગુજરાતમાં ત્રીજા મોરચા વિશે જણાવતા ગોહિલે જણાવ્યું હતું કે, ગુજરાતની જનતા ક્યારેય ત્રીજા મોરચાને સ્વીકારતી નથી.