Republic Day ની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના ટેબ્લોની હેટ્રીક,હર્ષ સંઘવીએ આપ્યા અભિનંદન

Gujarat Tableau: 76 માં પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં નવી દિલ્હીના કર્તવ્ય પથ ઉપર પ્રસ્તુત કરવામાં આવેલા ગુજરાતના ટેબ્લો (Gujarat Tableau) “આનર્તપુરથી એકતાનગર સુધી – વિરાસતથી વિકાસનો અદભૂત સંગમને પોપ્યુલર ચોઇસ કેટેગરીમાં સૌથી વધુ મત પ્રાપ્ત થયા છે.આ સાથે પ્રજાસત્તાક દિન પરેડમાં પોપ્યુલર ચોઇસનું પ્રથમ સ્થાન સતત ત્રીજા વર્ષે પ્રાપ્ત કરીને હેટ્રિક સર્જી છે.ત્યારબાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શુભકામના પાઠવી છે.

હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર શુભકામના પાઠવી

સોશિયલ મીડિયા પર તેમણે લખ્યું કે, ગુજરાત માટે ગૌરવ! ૭૬મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં અમારા ભવ્ય ટેબ્લો (Gujarat Tableau) ને પ્રથમ પુરસ્કાર મળ્યો છે! “સ્વર્ણિમ ભારત: વિરાસતથી વિકાસ” થીમ પર અમારા ટેબ્લો (Gujarat Tableau) એ ગુજરાતના ભવ્ય ભૂતકાળને તેના જીવંત વર્તમાન સાથે સંપૂર્ણ રીતે મિશ્રિત કર્યો છે, જે આપણા રાજ્યના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને પ્રભાવશાળી વિકાસને દર્શાવે છે. આ પ્રતિષ્ઠિત એવોર્ડ ગુજરાતની અસાધારણ કારીગરી, સર્જનાત્મકતા અને આપણા સાંસ્કૃતિક વારસાને જાળવવા માટેના સમર્પણનો પુરાવો છે. આ માસ્ટરપીસ પાછળની સમગ્ર ટીમને અભિનંદન!

ગુજરાતની ઝાંખીની વિશેષતા

ગુજરાતની ઝાંખીના 12મી સદીના વડનગર એટલે કે આનર્તપુરના સોલંકીકાળના ‘કીર્તિ તોરણથી લઈને 21મી સદીની અજાયબી સ્વરૂપ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના સાંસ્કૃતિક વારસાની સાથે સંરક્ષણ-ટેકનોલોજી-ઓટોમોબાઇલ અને મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રે રાજ્યની ‘આત્મનિર્ભરતા’ના વિવિધ વિકાસના પ્રકલ્પો સી-295 એરક્રાફ્ટ ઉત્પાદન યુનીટ, સેમી કન્ડક્ટર ચીપ અને તેના આનુષંગીક ઉપકરણો તથા અટલ બ્રિજ વગેરનું બખૂબી નિદર્શન કરવામાં આવ્યું હતું.પ્રારંભે સોલંકીકાળમાં વડનગર સ્થિત 12મી સદીનું રાજ્યના સાંસ્કૃતિક પ્રવેશદ્વાર સમું ‘કિર્તી તોરણ’ તો છેડે 21મી સદીની શાન સમી 182 મીટરની ઊંચાઈ ધરાવતી સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ને દર્શાવવામાં આવી હતી.

 

 

Scroll to Top