Gujrat Rain: હાલ રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. તેની વચ્ચે દક્ષિણ ગુજરાતમાં અચાનક કમોસમી વરસાદ (Rain) ખાબક્યો છે. ડાંગના ચીંચલી ગામમાં જોરદાર વરસાદ ઝાપટું પડ્યું છે. આ વરસાદ પડતા દક્ષિણ ગુજરાતમાં ખેડુતોની ચિંતમાં વધારો થયો છે. આ માવઠું ખાસ કરીને મહારાષ્ટ્ર અને ગુજરાતના હદ વિસ્તારમાં માવઠું થયું હતું. જોકો હવામાન વિભાગે માવઠાની આગ્રાહી કરી નોહતી.
ડાંગના ચીંચલી ગામમાં વરસાદ
દક્ષિણ ગુજરાતમાં સવારથી ઠંડી સાથે વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો.આ સાથે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં માવઠું પડતા ખેડુતોના પાકને નુકસાન થયું હતું. મળતી માહિતી પ્રમાણે ડાંગ જિલ્લામાં ખાસ કરીને મહારાષ્ટ્ર અને ગુજરાતની હદ વિસ્તારમાં માવઠાની અસર જોવા મળી હતી. જ્યારે ડાંદના ચીંચલી ગામમાં જોરદાર વરસાદ (Rain) પડ્યો હતો. બાળકોને સ્કૂલમાં જતા સમયે વરસાદ (Rain) આવતા મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.આ ઉપરાંત અચાનક વરસાદ (Rain) ખાબકતા ખેડુતોના ઉભા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
ખેડુતોની ચિંતામાં વધારો
દક્ષિણ ગુજરાતના ડાંગમાં અચાનક વરસાદ (Rain) પડતા સમગ્ર રાજ્યના ખેડુતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. સમગ્ર રાજ્યમાં ખેડુતોના પાક તૈયાર થઈ ગયો હોય છે. આવા સમયે વાતાવરણમાં પલટો આવતા ખેડુતોની ચિંતામાં વધારો થયો છે. જ્યારે હવામાન વિભાગે માવઠાની આગાહી કરી નોહતી.