Gujarat Police: રાજ્યના સરકારી કર્મચારીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના ડીજીપી વિકાસ સહાય દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે જેમાં જણાવાયું છે કે આવતીકાલથી એટલે કે 11 ફેબ્રુઆરીથી તમામ સરકારી કર્મચારઓએ હેલ્મેટ પહેરવું ફરજીયાત કર્યું છે.આ નિર્ણયની અસર રાજ્યના તમામ જીલ્લામાં પડી હતી.આ નિયમ હેઠળ અરવલ્લી (Aravalli) માં હેલમેટ ન પહેરનારા સરકારી કર્મચારીઓ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી.પોલીસે અરવલ્લી (Aravalli) જિલ્લા સેવાસદનના ગેટ પર કાર્યવાહી કરી હતી.
અરવલ્લી જિલ્લા સેવાસદનના ગેટ પર કાર્યવાહી કરી
ગુજરાત રાજ્ય સરકારના કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત બનાવાયું છે.સરકારી કચેરીઓમાં આવતા દ્વિચક્રી વાહનો પર હેલ્મેટ ફરજિયાત બનાવ્યું છે. છતાં આ કાયદાનો અમલ ન કરનારા સરકારી કર્મચારીઓને હવે કાયદાનું પાલન કરાવવા પોલીસે લાલ આંખ કરી ગુજરાતની તમામ સરકારી કચેરીના દરવાજે હેલ્મેટ અને કારમાં સીટબેલ્ટના નિયમનનું ચુસ્ત પાલન કરાવવા ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ ડ્રાઇવ યોજવામાં આવી રહી છે.હેલ્મેટ નહિ પહેરનાર અને સીટબેલ્ટ નહિ લગાવનાએ સામે પોલીસે દંડનીય કાર્યવાહી હાથ ધરી છે.અરવલ્લી (Aravalli) જિલ્લા સેવાસદનના 5 ગેટ પર ટ્રાફિક પોલીસ દ્વારા દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી.
5 ગેટ પર ટ્રાફિક પોલીસ દ્વારા દંડનીય કાર્યવાહી હાથ ધરી
આ અંગે રાજ્યના પોલીસ વડાએ એક્શન પ્લાન બનાવ્યો છે.આજથી ગુજરાતના તમામ સરકારી કર્મચારીઓને ફરજીયાત હેલ્મેટ પહેરવું પડશે. દરેક સરકારી કચેરીઓ પર પોલીસ તૈનાત રહેશે. ટ્રાફિક પોલીસ ઓફિસના ગેટ પર નિયમોનું પાલન કરાવશે. DGP વિકાસ સહાયે આ અંગે આદેશ કર્યો હતા.જે આદેશ અંનુસાર કાર્યવાહી હાથ ઘરવામાં આવી રહિ છે.