Gujarat Police: પોલીસ વિભાગનો મોટો નિર્ણય,159 PSIનું પ્રમોશન

Gujarat Police: ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા 159 PSIને PI તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે.આ તમામ 159 PSIની પ્રમોશન આપયા બાદ બદલી કરવામાં આવી નથી.આ આદેશ DGP વિકાસ સહાયે આ અંગે આદેશ જાહેર કર્યો છે. બિનહથિયારી વર્ગ-3ના PSIને બિનહથિયારી વર્ગ-2ના PI તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે.
DGP વિકાસ સહાયે આદેશ જાહેર કર્યો

હાલના ફરજના સ્થળએ યથાવત રાખી પ્રમોશન આપવામાં આવ્યું છે. પરીક્ષા વિના બઢતીથી PSI વર્ગમાં ખુશી જોવા મળી હતી. નોંધનીય છે કે, અગાઉ પણ 234 PSIને PI તરીકેનું પ્રમોશન આપવામાં આવ્યું હતું. સ્ટાફ નર્સની ભરતી પરીક્ષા આન્સર કી વિવાદ અંગે મોટા સમાચાર આવ્યા છે.પરીક્ષા આન્સર કી વિવાદમાં હજૂ કોઈ નક્કર પગલા લેવામાં આવ્યા નથી. પ્રોવિઝનલ આન્સર કીમાં ગડબડીની રજૂઆત બાદ પણ પગલા લેવાય નથી.50 હજારથી વધારે ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.

વર્ગ-3 PSIને PI તરીકે પ્રમોશન

રાજ્ય સરકારે થોડા દિવસ પહેલા પોલીસ ભરતી બોર્ડ દ્વારા સબ-ઈન્સપેકટર (PSI)ની શારીરિક કસોટીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં પોલીસ વિભાગ દ્રારા 11,000 થી વધુ PSI અને કોન્સ્ટેબલની જગ્યાઓ માટે ભારતી પ્રક્રિયા ચાલી રહી છે. જેના ભાગરૂપે બિન-હથિયારી પોલીસ સબ-ઈન્સ્પેકટર માટે જાન્યુઆરી 2025થી શારીરિક કસો

ટી લેવામાં આવી હતી.

Scroll to Top