Gujarat : Jitu Vaghaniની જાહેરાત બાદ પાલ આંબલીયા થયા લાલઘૂમ

Gujarat : રાજ્યના મંત્રી જીતુ વાઘાણી (Jitu Vaghani)ની પ્રેસ કોન્ફરન્સ (Press Conference) પર ગુજરાત કિસાન કોંગ્રેસ (Congress)ના પાલભાઈ આંબલિયાની પ્રતિક્રિયા સામે આવી છે.સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતભરમાં જે કમોસમી વરસાદ પડ્યો છે તેણે ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવી લીધો છે માત્ર આ એક જ કમોસમી વરસાદ નહિ છેલ્લી 7 સીઝનમાં ખેડૂતોએ વાવાઝોડા, અતિવૃષ્ટિ, કમોસમી વરસાદનો ભોગ બનવું પડ્યું છે એમાંય છેલ્લા બે વર્ષમાં એટલે કે ગયું વર્ષ 2024 – 25 અને ચાલુ વર્ષ 2025 – 26 માં તો ખેડૂતોની કમ્મર તૂટી ગઈ છે વર્ષ જુલાઈ – ઓગસ્ટ 2024 ની અતિવૃષ્ટિ, ઓક્ટોબર 2024 નો કમોસમી વરસાદ, સપ્ટેમ્બર 2025 ની અતિવૃષ્ટિ ને અત્યારે ઓક્ટોબર 2025 નો કમોસમી વરસાદે ખેડૂતોને પડ્યા પર પાટુ મારી છે. ત્યારે પાલભાઈ આંબલીયાએ શું કહ્યું સાંભળો…

Scroll to Top