Gujarat on High Alert : પાકિસ્તાન પર ભારતની એર સ્ટ્રાઈક બાદ ગુજરાત એલર્ટ મોડ પર આવી ગયું છે. બંને દેશ વચ્ચે તણાવ વધવાના કારણે પાકિસ્તાનને અડીને આવેલા ગુજરાતમાં પોલીસના તમામ અધિકારી-કર્મચારીઓની રજા રદ કરી દેવામાં આવી છે. કચ્છ જિલ્લામાં સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.
પાકિસ્તાન પર એરસ્ટ્રાઈક પછી, કેન્દ્રીય ગૃહમંત્રીએ પાકિસ્તાન સાથેના 10 સરહદી રાજ્યોના મુખ્યમંત્રીઓ અને મુખ્ય સચિવો સાથે સતર્કતા અંગે બેઠક યોજી હતી. આ બેઠકમાં ગુજરાત સહિત 10 રાજ્યોના CMને અમિત શાહે સતર્ક રહેવા અને હોસ્પિટલો, ફાયર બ્રિગેડ જેવી આવશ્યક સેવાઓના પુરવઠામાં કોઈપણ પ્રકારનો અવરોધ ન આવવા દેવા સૂચના આપી.
ભુજમાં એરપોર્ટ, બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન, મંદિરો સહિતના જાહેર સ્થળ પર સુરક્ષા વધારવામાં આવી છે. વાઈટલ ઈન્સ્ટોલેશનની સુરક્ષામાં વધારો કરાયો છે. 8 થી 10 હંગામી પોલીસ સ્ટેન્ડ ઊભા કરાયા છે. પોલીસ કર્મીઓને પહેરો રાખવા અને 24 કલાક શસ્ત્રો સાથે તૈનાત રહેવા આદેશ કરાયો છે. સુરક્ષા દળોએ સરહદી વિસ્તારોમાં ચેકિંગ વધારી દીધું હોવાથી જમીન સુરક્ષા વધુ કડક બનાવવામાં આવી છે.
ગુજરાતના ત્રણ એરપોર્ટ બંધ, અનેક ફ્લાઈટ રદ કરાઈ
સુરક્ષાને ધ્યાને રાખીને રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ત્રણ દિવસ તો ભૂજ, કેશોદ, કંડલા અને જામનગર એરપોર્ટ પરની કામગીરી આગામી આદેશો સુધી સ્થગિત કરવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટથી ઉડાનભરતી ભુજ, જામનગર અને રાજકોટ જતી-આવતી બધી ફ્લાઇટ્સ રદ કરી દેવાઈ છે. આ સાથે સુરક્ષાને પગલે બોર્ડર નજીકના વિસ્તારોમાં સુરક્ષાદળોએ ચેકિંગ પણ વધારી દીધુ છે. કેશોદ એરપોર્ટ પરન રનવે ફક્ત નેવી અને એરફોર્સ કામગીરી માટે મફત રાખવામાં આવ્યો છે.
ગુજરાત પોલીસના કર્મચારીઓની રદ રદ કરાઈ
‘ઓપરેશન સિંદૂર’ હેઠળ ભારતે પાકિસ્તાન પર કરેલા હવાઈ હુમલા બાદ ગુજરાતમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યભરમાં સઘન સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યના ડીજીપી વિકાસ સહાયના આદેશ પર, તમામ પોલીસ કર્મચારીઓની રજા રદ કરવામાં આવી છે. દરેકને તાત્કાલિક ફરજ પર હાજર થવા કહેવામાં આવ્યું છે. સંવેદનશીલ વિસ્તારોની નજીક સુરક્ષા મજબૂત બનાવવા માટે રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને ત્રણ દિવસ માટે બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે, જ્યારે
એર ઇન્ડિયાએ ઉત્તાર ભારતમાં ફ્લાઈટની સંખ્યા ઘટાડી
એર ઇન્ડિયાએ આજે (7 મે) બપોરે 12 વાગ્યા સુધીમાં ઉત્તર ભારત તરફથી આવતી જમ્મુ, શ્રીનગર, લેહ, જોધપુર, અમૃતસર, ચંદીગઢની ફ્લાઇટ રદ કરી દીધી છે. સ્પાઇસ જેટે પણ હાલની આ પરિસ્થિતિને કારણે ઉત્તર ભારતથી ધર્મશાળા, લેહ, જમ્મુ, શ્રીનગર અને અમૃતસર સહિતની ફ્લાઇટ્સ આગામી સૂચના સુધી બંધ કરી દીધી છે.