Gujrat News: રાજ્યની આ યોજાનાથી મહિલાઓ બની સ્વાવલંબી,જાણો નિયમો

Gujrat News: ગુજરાતમાં મહિલાઓને આર્થિકરીતે પગભર બનાવવા સરકાર હરહંમેશ પ્રયત્નશીલ છે. મહિલા (Women) ઓને આર્થિક રીતે સ્વાવલંબી બનાવવાના ઉદ્દેશ સાથે ગુજરાત સરકાર દ્વારા મહિલા સ્વાવલંબન યોજના (Women’s Self-reliance Scheme) અમલી બનાવાઈ છે. આ યોજના હેઠળ રાજ્યની મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા રૂ.2 લાખ સુધીની બેંક લોન આપવામાં આવે છે.

307 જેટલા વ્યવસાયો માટે રૂ.2 લાખ સુધીની લોન

મહિલા (Women) અને બાળ વિકાસ વિભાગની મહિલા સ્વાવલંબન યોજના (Women’s Self-reliance Scheme) નારીશક્તિને તેમના કૌશલ્યના આધારે સ્વરોજગારી આપવાનું એક સરાહનીય પગલું છે. આ યોજના અંતર્ગત પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગતી મહિલા (Women)  ઓને બ્યૂટી પાર્લર, દરજીકામ, અગરબત્તી તમામ પ્રકારના મસાલા, ભરતગૂંથણ, મોતીકામ, દૂધની બનાવટ સહિત 307 જેટલા વ્યવસાયો માટે રૂ.2 લાખ સુધીની લોન આપવામાં આવે છે.રાજ્યની 18 થી 65 વર્ષની ઉંમરની કોઈપણ મહિલા (Women) આ યોજનાનો લાભ મેળવી શકે છે.

મહિલા સ્વાવલંબન યોજના બની આશીર્વાદ સમાન

આ યોજનામાં સબસીડીનું ધોરણ કેટેગરી મુજબ નક્કી કરવામાં આવે છે. જેમાં જનરલ કેટેગરીની મહિલા (Women) માટે પ્રોજેક્ટ કોસ્ટના 30% અથવા મહત્તમ રૂ.60,000 અનુસૂચિત જાતિ અને જનજાતિની મહિલાઓ માટે 30 ટકા અથવા રૂ.50,000 તેમજ વિધવા મહિલા (Women) તથા 40 ટકા થી વધુ દિવ્યાંગતા ધરાવતી મહિલાઓને 40 ટકા અથવા રૂ.80,000 બંને માંથી જે ઓછું હોય તેટલી સબસિડી મળવાપાત્ર છે.આ યોજના હેઠળ શહેરી વિસ્તારમાં જેમના કુટુંબની વાર્ષિક આવક રૂ.1,50,000 અને ગ્રામ્ય વિસ્તારમાં રૂ.1,20,000 સુધીની હોય તેવી કોઈપણ મહિલા અરજી કરી શકે છે. યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓના આર્થિક અને સામાજિક ઉત્થાન માટે જરૂરિયાત મુજબની સહાય આપવાનો છે.

 

 

 

 

 

 

 

Scroll to Top