Gujarat News: પાઠ્યપુસ્તકોના ભાવમાં થશે ઘટાડો? સરકારે કર્યો ખુલાસો

Gujarat News: નવા વર્ષેથી છપાનારા પુસ્તકોના ભાવમાં 45 ટકાનો ઘટાડો થવાના સંકેત મળી રહ્યા છે. ગાંધીનગર (gandhinagar) થી મળતી માહિતી અનુસાર પાઠ્યપુસ્તક (Textbook) માં મંડળે કાગળ ખરીદીની શરતોમાં ફેરફાર કર્યા હોવાના કારણે પુસ્તકોના ભાવમાં ઘટાડો થશે. જેને સીધી અસર વાલીઓના ખીસ્સા પર થશે એટલે કે, આર્થિક ભારણ ઘટશે.

ભાવમાં 45 ટકાનો ઘટાડો થવાના સંકેત

ગુજરાત રાજ્યના પાઠ્યપુસ્તકો (Textbook) ની કિંમતનો આધાર કાગળ પર હોય છે. અત્યાર સુધી રાજ્ય શાળા પાઠ્યાપુસ્તક (Textbook) મંડળ 80 GSMના કાગળની ખરીદી કરતું પરંતુ હવે નવા નિર્ણયથી 70 GSMના કાગળ ખરીદવાની શરૂઆત કરી દેવામાં આવી. એટલું જ નહીં ટેન્ડર (Tender) ની શરતોમાં પણ ફેરફાર કર્યો હતો. પહેલા ટેન્ડરની શરતો એવી હતી કે, મોટી જથ્થો એક સાથે મંગાવવામાં આવતો હોવાથી કંપનીઓનું ટર્ન ઓવર પણ મોટું હોય તેવું માંગવામાં આવતું જેથી નાની કંપનીઓ ભાગ લઈ શકતી ન હતી.

70 GSMના કાગળ ખરીદવાની શરૂઆત
સરકારના નવા ટેન્ડર પ્રક્રિયામાં એક સાથે મોટા જથ્થામાં કાગળ મગાવવાના સ્થાને બે હજાર ટનના કાગળ મંગાવવામાં આવ્યા હતા. આ સાથે જ ટેન્ડર (Tender) ની શરતો પણ હળવી કરી દેવામાં આવી હતી. ત્યારે નાની કંપનીઓ પણ સ્પર્ધામાં ઉતરી હતી. આ સ્થિતિમાં સ્પર્ધા વધતા કંપનીઓએ પણ કાગળના ભાવમાં ઘટાડો કર્યો હતો. જેથી જે કાગળ 100થી વધુ રૂપિયાના ભાવનો હતો એ હવે 55થી ઓછા રૂપિયામાં મળી રહે છે.જેની અસર નવા પાઠ્યપુસ્તકોના ભાવ પર થશે.

 

 

 

Scroll to Top