Gujarat News: કચ્છી ભાષાને વિશ્વકસ્તરે નામના અપાવનાર આ સાહિત્યકારને મળશે પુરસ્કાર

Gujarat News: ગુજરાત સાહિત્ય અકાદમી દ્રારા ગાંધીનગર દ્વારા પ્રતિ વર્ષ કચ્છી ભાષાનાં ગૌરવ પુરસ્કાર આપવામાં આવે છે. જે અંતર્ગત ગુજરાત સાહિત્ય અકાદમી (Gujarat Sahitya Akademi) ના અધ્યક્ષ ભાગ્યેશ જહાની અધ્યક્ષતામાં મળેલી સમિતિમાં વર્ષ 2023 માટે વિશ્રામ ગઢવીને કચ્છી ભાષા (Kutch language)  નો સાહિત્ય ગૌરવ પુરસ્કાર’ અને ડૉ. પૂર્વી ગોસ્વામીની કચ્છી ભાષાનો યુવા ગૌરવ પુરસ્કાર માટેના નામોની પસંદગી કરવામાં આવી છે. જેમને આગામી સમયમાં પુરસ્કાર એનાયત કરવામાં આવશે.

ગુજરાત સાહિત્ય અકાદમીએ લીધો નિર્ણય

રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ હેઠળ કાર્યરત ગુજરાતી સાહિત્ય અકાદમી (Gujarat Sahitya Akademi) સહિત હિન્દી, સંસ્કૃત, સિંધી, ઉર્દૂ અને કચ્છી એમ કુલ 6 અકાદમીઓ કાર્યરત છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોમાં સાહિત્યનો પ્રચાર પ્રસાર કરવાનો છે. રાજય અને રાજય બહાર રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેનું ગૌરવ સ્થાપિત કરી શકાય તેવા વિશાળ અભિગમ સાથે આ અકાદમીઓ કાર્ય કરે છે. એમ ડૉ. જયેન્દ્રસિંહ જાદવ, મહામાત્ર, ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

વિશ્રામ ગઢવી અને પૂર્વી ગોસ્વામીને મળશે પુરસ્કાર

આ બંન્ને સાહિત્યકારેએ ગુજરાતી ભાષાને અવ્વલ રાખવામાં મદદ કરી છે. જેમા પણ ખાસ કરીને કચ્છ ભાષાને રાજ્યમાં ફેલાવો કરવા માટે વિશ્રામ ગઢવીએ ખુબ મહેનત કરી હતી. તેમના કચ્છ ભાષા (Kutch language) માં વિશાળ સાહિત્યના પ્રદાનના કારણે ગુજરાત સાહિત્ય અકાદમીએ તેમને પુરસ્કાર આપ્યો હતો.આ ઉપરાંત નાની ઉમંરે કચ્છી ભાષાને દૂનિયાના ફલક પર મૂકવા માટે ડૉ. પૂર્વી ગોસ્વામીની કચ્છી ભાષાનો યુવા ગૌરવ પુરસ્કાર આપવાની જાહેરાત કરી છે.

 

Scroll to Top