Gujarat News: વર્તમાન સમયમાં બલી અંગે જાણત તમારા હોશ ઉંડી જશે.પરંતુ છોટાઉદયપુરમાં એક 5 વર્ષની બાળકી પર ખરાબ રીતે કુહાડીથી ગળું કાપી બલી ચડાવી હતી.આ બલી ચડાવ્યા બાદ બાળકીનું લોહી મંદિરના પગથિયા પર ચડાવ્યું હતું.21 મી સદીમાં જ્યાં AI અને ડિજિટલ યુગની વાતો કરવામાં આવે છે, ત્યારે તાંત્રિક વિધિના નામે નાના ભૂલકાંઓની બલિ ચઢાવવામાં આવે છે.
શું હતી સમગ્ર ઘટના
છોટા ઉદેપુરના બોડેલી તાલુકના પાણેજ ગામમાં લાલુ તડવી નામના ભૂવાએ ક્રૂરતાની હદ વટાવી છે. આ ભૂવાએ તાંત્રિક વિધિના નામે ગામની એક 5 વર્ષની બાળકીની બલિ ચઢાવી હોવાની ઘટના સામે આવી છે. આ ભૂવો પહેલાં 5 વર્ષની બાળકી પાસે ગયો અને તેને પોતાની ઝૂંપડીમાં બનાવેલાં મંદિરે લઈને આવ્યો.મંદિર પાસે બાળકીને તાંત્રિક વિધિના નામે કુહાડીથી તેનું ગળું કાપી નાંખી તેની હત્યા કરી દીધી હતી.આ ભૂવો ત્યાં સુધી અટકાયો નહતો અને અન્ય બલિ માટે પોતાના ઘરની સામે રહેતાં એક અન્ય બાળકને લઈ જઈ બલિ ચઢાવવાનું કાવતરૂ કરી રહ્યો હતો. જોકે, આ દરમિયાન ગામમાં રહેતાં સ્થાનિક લોકોને સમગ્ર ઘટનાનો અણસાર આવી જતાં તેઓએ તાત્કાલિક ધોરણે પોલીસને બોલાવી બાળકનો જીવ બચાવ્યો હતો.
શું કહ્યું પોલીસે
છોટાઉદેપુરના asp ગૌરવ અગ્રવાલે જણાવ્યું હતું કે, પાણેજ ગામમાં રહેતા જ્યોતિબેન તડવી ઘરની બહાર હતા. આ સમયે તેના પડોશી લાલાભાઈ નામના વ્યકતિ જ્યોતિબેનના પાંચ વર્ષની દિકરીને લઈ ગયા હતા.આ લાલાભાઈ નામના શખ્સ હાથમાં કુહાડી જતા દિકરીના માતા જ્યોતિબેને જોર જોરથી અવાજ કરવા લાગ્યા હતા.આ સમય દરમિયાન લાલાભાઈ નામનો શખ્સ હાથમાં કુહાડી લઈ બાળકીને ઘરમાં લઈ કુહાડીનો ઉપયોગ કરી બાળકીને રહીશી નાખી હતી. ત્યારબાદ આ શખ્સે બાળકીના લોહીથી ઘરમાં રહેલા મંદિરના પગથિયે લોહીની બલી ચઢાવી હતી.આ ઉપરાંત આ શખ્સ માનસિક રીતે વિકૂર્ત હોવાનું પણ લાગી રહ્યું છે.