Gujarat News: હોળી તથા ધૂળેટીના તહેવારો પર એસ.ટી.નિગમની મોટી જાહેરાત

Gujarat News: રાજ્યના નાગરિકોને આગામી હોળી ધુળેટીના તહેવારો દરમિયાન સરળતાથી અને સત્વરે યાતાયાતની સુવિધા મળી રહે એ આશયથી ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા સવિશેષ આયોજન કરાયું છે. આ તહેવારો દરમ્યાન વધારાની 1200 બસોથી કૂલ 7100 જેટલી ટ્રીપોનું એક્સ્ટ્રા સંચાલન કરાશે.

7100 જેટલી ટ્રીપોનું એક્સ્ટ્રા સંચાલન કરાશે

નિગમ દ્વારા વિવિધ વાર-તહેવાર તથા ધાર્મિક મેળાઓમાં વધારાની બસોનું સંચાલન કરીને રાજ્યના નાગરિકો પોતાના પરિવાર સાથે તહેવાર ઉજવી શકે એ માટે વધારાની પરિવહન સેવા પુરી પાડે દર વર્ષે પુરી પાડે છે.રાજ્યના પંચમહાલ, દાહોદ, ઝાલોદ, ગોધરા, સંત રામપુર, છોટાઉદેપુર વગેરે જિલ્લાના નાગરિકો રાજ્યના અન્ય જીલ્લાઓમાં નોકરી,વ્યવસાય,મજૂરી અર્થે આવન જાવન કરે છે. વતનથી બીજા જીલ્લામાં સ્થાયી થયેલ હોય તેવા પરિવારો હોળી- ધૂળેટી જેવા તહેવારોમાં માદરે વતન તરફ મુસાફરી કરતા હોય છે.

ગુજરાત એસ.ટી.નિગમનું સવિશેષ આયોજન

નાગરીકો પોતાના પરિવાર સાથે પોતાના વતનમાં તહેવારો ઉજવી શકે તે હેતુથી રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી જેવા કે અમદાવાદ, રાજકોટ, અમરેલી, જુનાગઢ, ભાવનગર અને ભુજ જેવા વિસ્તારમાંથી ગોધરા, દાહોદ, ઝાલોદ, છોટાઉદેપુર વિગેરે જગ્યાએ જવા માટે વધારાની 1200 જેટલી બસો વડે કૂલ 7100 જેટલી ટ્રીપો સંચાલિત કરવામાં આવશે. જે પૈકી ડાકોર અને દ્વારકા જવા માટે ૫૦૦ બસો દ્વારા 4000 જેટલી ટ્રીપો સંચાલિત કરાશે જ્યારે તારીખ 10 માર્ચ 2025 થી 16 માર્ચ 2025 દરમ્યાન હોળી-ધૂળેટીના તહેવારો દરમિયાન પણ આ એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે.ગત વર્ષે ગુજરાત એસ. ટી. દ્વારા 1000 જેટલી બસો દ્વારા 6500 થી વધુ ટ્રીપોનું સંચાલન કરી મુસાફરોને વતન ભણી મોકલવામાં આવેલ. ઉપરાંત ડાકોર રણછોડરાયજી ફૂલડોલોત્સવ માટે 400 બસો દ્વારા 3000 ટ્રીપોનું દર્શનાર્થીઓ માટે વ્યવસ્થા કરવામાં આવી હતી.

તહેવારો પર 1200 બસો એક્સ્ટ્રા દોડાવશે

નિગમ દ્વારા કરવામાં આવનાર એક્સ્ટ્રા સંચાલન અન્વયેની સર્વિસનું ડેપો ખાતેથી તથા નિગમની વેબસાઈટ www.gsrtc.in ઉપરથી અને નિગમની મોબાઈલ એપ્લીકેશન પરથી તમામ મુસાફરો એડવાન્સ અને કરંટ ઓનલાઈન બુકિંગનો લાભ મેળવી શકશે તથા મુસાફરોને સંચાલન સબંધિત પૂછપરછ માટે નિગમના તમામ ડેપો પરથી જાણકારી મેળવી શકશે. જેનો રાજ્યના નાગરિકો દ્વારા ખાસ લાભ લેવા નિગમ દ્વારા અનુરોધ કરાયો છે.

 

 

 

Scroll to Top