Gujarat News: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસ પ્રવાસને લઈ ગુજરાત આવી પહોંચ્યા છે.પ્રધાનમંત્રી મોદી (pm modi) સુરત એરપોર્ટ પહોંચ્યા બાદ અહીંથી સેલવાસ પહોંચ્યા છે. સેલવાસમાં પ્રધાનમંત્રી મોદી (pm modi) એ નમો હોસ્પિટલનું લોકાપર્ણ કર્યું હતું. આ દરમિયાન તેમની સાથે દિવ દમણના પ્રસાશક પ્રફૂલ પટેલ પણ હાજર રહ્યા હતા.સેલવાસમાં આધુનિક સુવિધાઓથી સજ્જ નમો હોસ્પિટલનું લોકાર્પણ પ્રધાનમંત્રી મોદી દ્વારા કરવામાં આવ્યું છે.
મોદીએ નમો હોસ્પિટલનું લોકાપર્ણ કર્યું
દમણમાં ટોય ગાર્ડન અને નાઈટ બજારનું પણ ઉદ્ઘાટન પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવશે. જે પ્રવાસન ઉદ્યોગને વેગ આપશે. આ દરમિયાન પ્રધાનમંત્રી મોદી (pm modi) કુલ ₹2,587 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. દીવમાં નવા સર્કિટ હાઉસના મકાનનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે. પ્રધાનમંત્રી મોદી (pm modi) સાયલી ખાતે જાહેર સભાને સંબોધિત કરશે અને વિવિધ યોજનાઓ અંગે માહિતી આપશે.
8 તારીખે મોદીનો દક્ષિણ ગુજરાતનો પ્રવાસ
આ મહિનાની શરૂઆતમાં પ્રધાનમંત્રી મોદી (pm modi) સૌરાષ્ટ્રની મુલાકાત લીધી હતી. આજે ફરી પ્રધાનમંત્રી ગુજરાત પ્રવાસે પહોંચ્યા છે. આજે અને આવતીકાલે પ્રધાનમંત્રી મોદી (pm modi) નો દક્ષિણ ગુજરાતનો પ્રવાસ છે. સુરત, નવસારી અને સેલવાસમાં તેઓ વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે અને વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે.
8 માર્ચે લિંબાયતમાં હાજર રહેશે
પ્રધાનમંત્રી મોદી (pm modi) સાંજે 4થી 6 વાગ્યા સુધી લિંબાયત નીલગિરિ ગ્રાઉન્ડ ખાતે લાભાર્થીઓ માટેનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈને વિશાળ ડોમ બનાવવામાં આવ્યો છે, જ્યાં પ્રધાનમંત્રી મોદી (pm modi) દ્વારા 2 લાખથી વધુ લાભાર્થીઓને નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ હેઠળ આવરી લેવાની સાથે વિશાળ જનસભાને સંબોધિત કરશે.