Gujarat News: માયાભાઈ આહિરની તબિયત લથડી,જાણો શું કહ્યું ડોક્ટરે

Gujarat News: પ્રસિદ્ધ લોકસાહિત્યકાર માયાભાઈ આહિરની ચાલુ ડાયરા દરમિયાન તબિયત લથડી હતી. મહેસાણાના કડી તાલુકાના ઝુલાસણ ગામે સોમવારની રાત્રીના માયાભાઈ આહિર (Maya Bhai Ahir) સહિતના કલાકારોનો લોકડાયરો યોજાયો હતો. ચાલુ કાર્યક્રમ દરમિયાન જ માયાભાઈ (Maya Bhai Ahir) ને ઓચિંતા છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો. માયાભાઈને છાતીમાં દુઃખાવો ઉપડતા આયોજકોએ પ્રોગામ કરવાની ના પાડી હતી. તેમ છતાં ચાહકો માટે સ્તુતિ ગાવાનો આગ્રહ રાખી તેઓએ સ્ટેજ પરથી ડાયરો પણ ચાલુ કર્યો હતો. દરમિયાન તબિયત વધુ લથડતા સ્ટેજ પરથી જ કહ્યું કે જિંદગીમાં પ્રથમવાર તબિયત બગડી છે, આપ તમામની માફી માંગુ છું.

છાતીમાં દુઃખાવો ઉપડતા ખાનગી હોસ્પિટલમાં દાખલ

માયાભાઈ (Maya Bhai Ahir)  ને મોડી રાત્રે ગુજરાતના ખ્યાતનામ હૃદય રોગ નિષ્ણાત ડો.તેજસ પટેલે સારવાર કરી હતી.ડોકટરે મોડી રાત્રે સારવાર કરી એક નળી બ્લોકેજ હતી તેમાં બલૂન (સ્ટેન્ડ) બેસાડી ભય મુક્ત જાહેર કર્યા હતા. સર્જરી બાદ માયાભાઈ આહિરે (Maya Bhai Ahir) તેના ચાહકોને વીડિયો સંદેશ પણ આપ્યો કે હાલ હું સંપૂર્ણ સ્વસ્થ છું.જેમાં તેઓ કહી રહ્યા છે કે, કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. વીડિયોમાં માયાભાઈ આહીર (Maya Bhai Ahir) ખુશમિજાજમાં જોવા મળી રહ્યા છે.

માયાભાઈ આહિરની ચાલુ કાર્યક્રમે લથડી તબિયત

અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયા હતા. જ્યાં તમામ ટેસ્ટ બાદ મોડી રાત્રિના જ એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરી દેવાતા હાલ તબિયત સ્થિર છે. હાલ તો માયાભાઈ (Maya Bhai Ahir) વાતચીત પણ કરી રહ્યા છે. હજુ આજે ઓબ્ઝર્વેશન માટે માયાભાઈને ICUમાં રખાયા છે. આવતીકાલે તેમને રૂમમાં શિફ્ટ કરવામાં આવશે.

 

 

Scroll to Top