Gujarat News: જળક્ષેત્રે ગુજરાત દેશમાં રોલ મોડલ,32,948 ઘન ફૂટ પાણી સંગ્રહ શક્તિમાં વધારો

Gujarat News: ગુજરાત રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં જળક્ષેત્રે (Water area) 33 હજારથી વધુ કામો પૂર્ણ કરવામાં આવ્યા હતા. જ્યારે રાજ્યમાં પાણી સંગ્રહ શક્તિમાં 32,948 લાખ ફૂટનો વધારો થયો હતો.છેલ્લા બે વર્ષમાં 9381 KM માં નેહરોની સાફ સફાઈ કરવામાં આવી છે. 9480 તળાવોને ઊંડા કરવામાં આવ્યા છે. 7775 ચેકડેમ ડીસીલ્ટીંગના કામો તેમજ 1914 ચેકડેમનું રિપેરિંગ કરવામાં આવ્યા છે. જ્યારે આ અભિયાન હેઠળ વર્ષ 2024માં કૂલ 7.94 લાખ માનવદીવસની રોજગારી આપવામાં આવી છે.

જળક્ષેત્રમાં 33 હજારથી વધુ કામો પૂર્ણ કરવામાં આવ્યા

રાજ્યમાં સુજલામ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. આ અભિયાન હેઠળ બે વર્ષમાં જળક્ષેત્ર (Water area) માં 33 હજારથી વધુ કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. ખેતી માટે પાણી અને ઘર ઘર સુધી શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવામાં આવ્યા છે. જ્યારે મુખ્યમંત્રી એને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (narendr modi) દ્વારા વર્ષ 2003માં સુજલામ સુફલામ યોજના (Sujalam Sufalam Yojana) ની શરૂઆત કરવામાં આવ્યું હતું. જે આજે સમગ્ર દેશમાં આદર્શ મોડલ બન્યું છે.

2024માં 1976 તળાવો ઊંડા કરવામાં આવ્યા

રાજ્યમાં આ પહેલા વર્ષ 2023માં 21,425 લાખ ઘન ફૂટ અને વર્ષ 2024માં 11,523 લાખ ઘન ફૂટ આ સાથે છેલ્લા બે વર્ષમાં કૂલ 32,948 ઘન ફૂટ પાણી સંગ્રહ શક્તિમાં વધારો થયો છે. જ્યારે વર્ષ 2023માં 6765 KM અને વર્ષ 2024માં 2616 KM એમ કૂલ મળીને છેલ્લા બે વર્ષમાં 9381 KM નહેરો અને કાંસની સાફ સફાઈ કરવામાં આવી છે. જ્યારે વર્ષ 2023માં 7504 અને વર્ષ 2024માં 1976 તળાવો ઊંડા કરવામાં આવ્યા છે.

 

 

Scroll to Top