Gujarat News: અરવલ્લી ભાજપ જિલ્લા યુવા મોરચા અને મોડાસાના ધારાસભ્ય અને અન્ન પુરવઠા મંત્રીના પુત્રએ અજાણ્યા શખ્સને માર મારતા હોય તેવા વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયા છે. સમગ્ર ઘટના મોડાસા શહેરના રામપાર્ક વિસ્તારમાં મંત્રીપુત્ર કિરણસિંહ અને ભાજપ (bjp) યુવા મોરચા પ્રમુખ અમીશ પટેલ સહિત સાથીદારોએ કેટલાક યુવકોને જાહેરમાં ડંડા અને બેટ વડે માર મારતો હોય તેવો વીડિયા વાયરલ થયો છે.
અરવલ્લી ભાજપ જિલ્લા યુવા મોરચા પ્રમુખની દાદાગીરી
મળતી માહિતી અનુસાર નજીવી બાબતે ચાઈનીઝની લારી ચલાવતા યુવક અને તેના મિત્રો ઉપર મંત્રી પુત્ર કિરણસિંહ જિલ્લા યુવા મોરચા પ્રમુખ અમિષ પટેલ સહિત તેમના સંબંધીઓ અને સાથીદારોએ કેટલાક યુવકો ઉપર જાહેરમાં હિંસક હુમલો કર્યો હતો.સૂત્રો પાસેથી માહિતી પ્રમાણે અરવલ્લી ભાજપ (bjp) જિલ્લા યુવા મોરચા પ્રમુખ અને મંત્રીપુત્ર કિરણસિંહ બી ઝેડ કૌભાંડમાં પણ સામેલ હતા.અરવલ્લી જિલ્લામાં મુખ્ય મથક મોડાસા શહેરમાં મંત્રી પુત્ર અને યુવા મોરચા પ્રમુખ અમીશ પટેલ જાહેરમાં મારામારી કરતાનો માહોલ લોકોમાં ફેલાયો અને મંત્રીપુત્ર અને ભાજપના હોદ્દેદારો ખુલ્લેઆમ લુખ્ખાગીરી કરતો હોવાનો વિડિયો સામે આવ્યા છે.
મંત્રીપુત્ર કિરણસિંહ બી ઝેડ કૌભાંડમાં સામેલ હોવાના સમાચાર
વાયરલ વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, મંત્રી જિલ્લા યુવા મોરચા પ્રમુખ અમિષ પટેલ સહિત તેમના કેટલાક સાથીદારો યુવકોને ઘાતક હથિયારો વડે ઢોર માર મારી રહ્યા છે. તથા યુવકોને બળજબરી પૂર્વક ગાડીમાં બેસાડીને અપહરણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. વીડિયોમાં ઓળખ પ્રમાણે છેલ્લે લાફા વાળી કરે છે એ કિરણસિંહ જાડિયો છે. જ્યારે વ્હાઈટ ટીર્શટ વાળો અમિષ પટેલ છે.