Gujrat News: ક્ચ્છ જીલ્લામાં ભાજપ પર લાગ્યા મોટા આક્ષેપ, જાણો અંદરની વાત

Gujrat News: ગુજરાતમાં અગામી સમયમાં સ્થાનિક સ્વરાજ (local body election) ની અને નગરપાલિકાની યોજાવાની છે. આ ચૂંટણીને લઈ ભાજપ કોંગ્રેસ (congress) અને આમ આદમી પાર્ટી સહિત ત્રણેય પાર્ટીએ ફોર્મ ભરીને ચૂંટણીની તૈયારી ચાલુ કરી દિધી છે. ગઈ કાલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ્ર થઈ ગયું છે. પરંતુ કચ્છથી કોંગ્રેસ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે્. જેમાં કોગ્રેસના ઉમેદવારને પરત ખેંચવા પૈસાની લહાણી કર્યા હોવાનો ખુલાસો કચ્છે કોંગ્રેસે કર્યો છે.

3,51,000 રૂપિયા ઉમેદવારી ફોર્મ પરત ખેચી લેવા નક્કી કર્યા

સમગ્ર ઘટના એવી છે કે, કચ્છ જીલ્લાના મુદ્દા તાલુકા પંચાયતની ભૂજપુર -2 તાલુકા પંચાયતી સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નારાણ કાના શાખરા અને મોટી ભુજપુર ગ્રામ પંચાયતના ઉપ સરપંચ થા ભારતીય જનતા પાર્ટી ના આગેવાન માણેક રામ ગેલવા દ્રારા ઉમેદવારના ભાઈને ફોન ઉપર ઉમેદવારે ફોર્મ પાછુ ખેચીં લેવા રૂપિયા 3,51,000 રૂપિયા ઉમેદવારી ફોર્મ પરત ખેચી લેવા નક્કી કરેલ હતા. જયારે અમારા ઉમેદવારના ભાઈને એમનો ફોન આવતા સ્ટીંગ ઓપરેશન કરવાનો નક્કી કર્યું હતું.આ સમગ્ર ઘટનાની વિડીયો ગ્રાફી કરેલ છે. જેમની કોપી પેન ડ્રાઈવમાં સામેલ છે.

કોંગ્રેસે ભાજપનું સ્ટીંગ ઓપરેશન કર્યું

તેમણે ચૂંટણી અધિકારીને અરજી કરી હતી.જેમા ઉલ્લેખ કર્યો હતો કે, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નારાણ કાના શાખરાની ઉમેદવારી રદ કરવામાં આવે અને તેમની સામે તથા મોટી ભુજપુર ગ્રામ પંચાયતના ઉપ સરપંચ માણેક રામ ગેલવા સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે અને આદર્શ આચારનું ધાક બેસાડતો નિર્ણય લેવામાં આવે એવી આપની પાસે આશા અને વિશ્વાસ છે.ઉપરોકત મુદ્દાની ગંભિરતા તેમજ જરૂરીયાત ધ્યાને લઈ અમને આ માટે તત્કાલ કાયદાકીય કાર્યવાહી કરવા આપને નમ્ર અરજ છે.

 

Scroll to Top