Gujarat News: અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્ર સિંઘ મલિક, સંયુક્ત પોલીસ કમિશનર જયપાલ સિંહ રાઠોડ તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન 06 રવિ મોહન સૈની દ્વારા હાલમાં ચાલી રહેલ રમઝાન માસ દરમિયાન હિન્દુ મુસ્લિમ બંને કોમ વચ્ચે સદભાવના બની રહે, તેમજ બંને કોમ વચ્ચે સોશિયલ મીડિયા દ્વારા વૈમનસ્ય ફેલાવતા લોકો ઉપર નજર રાખી. અમદાવાદ શહેરની શાંતિને ડહોળતા તત્વોને ઝેર કરવા કાર્યવાહી કરવા તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે.
બંને પક્ષે અટકાયતી પગલાંની કાર્યવાહી કરી
અમદાવાદ શહેરના વટવા પોલીસ (ahemdabad police) સ્ટેશનની હદમાં ચુનારા વાસમાં અમન સાજા, અજજુ કાણિયાને અમિત ચુનારા તથા સુનિલ ચુનારા સાથે થયેલ અંગત અદાવતમાં સામાન્ય મારામારીનો બનાવ બનેલ અને જે સંબંધે વટવા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધી, આરોપીઓને પકડી પાડી તેમજ બંને પક્ષે અટકાયતી પગલાંની કાર્યવાહી પણ કરવામાં આવેલ હતી.વટવા વિસ્તારમાં રહેતા મહેંદી હુસૈન સૈયદ દ્વારા પોતાના ઈન્સ્ટાગ્રામ આઇડી ઉપર બનાવથી વિપરીત રજૂઆત કરતું અને બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાય એવું. લાઈક મેળવવાની લ્હાયમાં ઇન્ટરવ્યુ અપલોડ કરી, રમઝાન માસમાં હિન્દુ મુસ્લિમ કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાય શહેરની શાંતિ ડહોળાય એવા પ્રયત્નો કરવા બાબત તપાસ દરમિયાન તપાસ કરનાર પીએસઆઈ એ .બી.ગંધાને જાણવા મળેલ હતી.
આ શખ્સો રીલ બનાવવાનો શોખીન
આ બાબતે વટવા પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા બનાવની વિપરીત રજૂઆત કરતું ઇન્ટરવ્યુ પોતાની જાતે બનાવી, બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાય અને અમદાવાદ શહેરની શાંતિ ડહોળાય.આ હેતુથી મૂકનાર મહેંદી હુસૈન મહેમુદુલ સૈયદ વિરુદ્ધ સરકાર તરફે ફરિયાદી બની, ગુન્હો દાખલ કરવામાં આવતા, અમદાવાદ શહેરના જે ડિવિઝન એસીપી પ્રદીપસિંહ જાડેજાનાં માર્ગદર્શન હેઠળ વટવા પોલીસ સ્ટેશનના પીઆઈ પી.બી.ઝાલા, પીએસઆઈ અશ્વિન ગંધા તથા સ્ટાફના હે.કો. જગદીશસિંહ, યુવરાજસિંહ, સહિતની ટીમ દ્વારા વટવા ખાતે ચુનારા વાસ વિસ્તારમાં રહેતા મહેંદી હુસૈન મહેમુદુલ સૈયદ ઉવ. 21 રહે. વટવા, અમદાવાદની ટીમે તત્કાલિક ધરપકડ કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપી મહેંદી હુસૈન સૈયદ સોશિયલ મીડિયામાં રીલ બનાવવાનો શોખીન છે. ભૂતકાળમાં તેના પિતા દ્વારા પણ આરોપી રીલ બનાવવામાં વ્યસ્ત રહેતો હોવાની તથા કોઈ કામધંધો નહીં કરતો હોવાની રજૂઆત કરેલાનું પણ તપાસ દરમિયાન ધ્યાને આવેલ છે.
રીલ મૂકનાર આરોપીની ધરપકડ કરી
અમદાવાદ શહેરના સંયુક્ત પોલીસ કમિશનર જયપાલ સિંહ રાઠોડ તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન 06 રવિ મોહન સૈની દ્વારા પવિત્ર રમઝાન માસ દરમિયાન અમદાવાદ શહેરની શાંતિ ડહોળવા, બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાવવા ઈન્સ્ટાગ્રામ ઉપર બનાવથી વિપરીત રજૂઆત કરતી રીલ મૂકનાર આરોપીની ધરપકડ કરી. શાંતિ અને સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી,કાર્યવાહી કરવાનું શરૂ કરવામાં આવેલ છે. બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાવતા સોશિયલ મીડિયામાં રીલ મૂકતા લોકો ઉપર પોલીસની નજર ચાલુ જ રાખવામાં આવેલ છે અને કોઈ વ્યક્તિ દ્વારા આવી રીલ મૂકવામાં આવશે. પોલીસ કાર્યવાહી કરવામાં આવશે, એવું પોલીસની એક યાદીમાં જણાવવામાં આવેલ છે.