Gujarat News: રાજ્યના 9 મહાનગરનો થશે વિકાસ,સરકારે લીધો મોટો નિર્ણય

Gujarat News: વિધાનસભા ગૃહમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણની વર્ષ 2025-26ની અંદાજપત્રીય માંગણીઓ રજુ કરતા મંત્રી ઋષિકેશ પટેલે (Rishikesh Patel) જણાવ્યું હતું કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇએ રાજ્યના શહેરોની શરૂ કરેલ વિકાસયાત્રાને આગળ ધપાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે (bhupendr patel) વર્ષ-2025ને શહેરી વિકાસ વર્ષ તરીકે ઊજવવાની જાહેરાત કરી છે. જેના માટે શહેરી વિભાગનું બજેટ ગત વર્ષની સરખામણીએ 40% જેટલું વધારીને રૂ.30,325 કરોડ કરવામાં આવ્યું છે.

મહાનગરપાલિકા માટે 450 કરોડની જોગવાઈ

મંત્રીએ વિશેષમાં જણાવ્યું હતુ કે, રાજ્યના અસંખ્ય યાત્રાળુઓ અને પ્રવાસીઓની ધાર્મિક લાગણીઓને કેન્દ્રમા રાખીને વર્ષ 2025-26ના અંદાજપત્રમાં ધાર્મિક શહેરોના સર્વાંગી વિકાસ યોજના હેઠળ કુલ રૂ.200 કરોડની જોગવાઇ સૂચવવામાં આવેલ છે. જેના અંતર્ગત દ્વારકા, સોમનાથ, બેચરાજી, પાવાગઢ, સિદ્ધપુર, કપડવંજ, પાટણ અને પાલિતાણા જેવા ધાર્મિક તીર્થસ્થાનોની સંભાવનાઓનો પુરતો ઉપયોગ કરીને યાત્રાળુઓ અને પ્રવાસીઓના અનુભવોને વધારીને અને રાજયના સાંસ્કૃતિક વારસાને જાળવવા માટે વિવિધ માળખાગત સુવિધાઓ અને પ્રમોશન વ્યૂહરચનાઓ પર રોકાણ કરવામાં આવશે.

મંત્રી ઋષિકેશ પટેલે જાહેરાત કરી

જામનગર, જૂનાગઢ, ભાવનગર, ગાંધીનગર અને ભરૂચ-અંકલેશ્વર માટે સ્ટેટ એર ક્લિન પ્રોગ્રામના અમલીકરણ માટે રૂ.100 કરોડની જોગવાઈ કરાઇ છે.નવી 9 મહાનગરપાલિકાઓ અને 13 અ-વર્ગની નગરપાલિકાઓમાં આઇકોનિક રસ્તાઓના વિકાસ કરવાના હેતુથી પાયલોટ પ્રોજેકટ તરીકે વર્ષ 2025-26માં આઇકોનિક રસ્તાઓ (ગૌરવ પથ) માટે કુલ રૂ.200 કરોડની જોગવાઇ સૂચવવામાં આવી છે. સરકારની આ જાહેરાતથી રાજ્યની નવ મહાનગરપાલીમાં રહેલા માળખાકિય સુવિધાનો વધારો કરવામાં આવશે. આ ઉપરાંત મહાનગરપાલીકામાં રોડ રસ્તા, ગટર અને પાણીને લગતી વિવિધ સમસ્યાનું સમાધાન કરવા માટે મંત્રી ઋષિકેશ પટેલ (Rishikesh Patel)  ગાંધીનગરથી જાહેરાત કરશે.

 

 

Scroll to Top