Amreli : ગુજરાતમાં અનેક પૂર્વ નેતાઓ હજુ પણ પોતાની કારમાં વર્તમાન હોવાનું જણાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. કેમકે ચૂંટણીમાં બીજી વખત ટિકિટ ના મળે તો એ પૂર્વ થઇ જાય છે. પણ તે નેતા એવું વિચારતા હોય છે કે હું પૂર્વ નથી હું વર્તમાન જ છું અને રહેવાનો પણ હું જ છુ.
પૂર્વ સાંસદ નારણ કાછડીયા હજુ પણ સદમામાં છે ?
ગુજરાતમાં ભાજપે વર્ષ 2022માં વિધાનસભા માટે મોટા ભાગના ઉમેદવારો બદલી નવા લાવ્યા અને આ પાયલોટ પ્રોજેક્ટ સફળ થયા બાદ લાંબા સમય એટલે કે 2 ટર્મથી વધારે સમય સુધી રહેલા કેટલાક સાંસદોને રિપીટ ના કર્યા જેમાં અમરેલી (Amreli) ના પૂર્વ સાંસદ નારણ કાછડીયાનું પણ નામ સામેલ છે. જોકે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થઇ તેને લગભગ 1 વર્ષ જેટલો સમય થવા આવ્યો છતાં અમરેલી (Amreli) ના નારણ કાછડીયાને સાંસદ હોવાનો મોહ હજુ સુધી જતો નથી. અમરેલી (Amreli) ના પૂર્વ સાંસદ નારણ કાછડીયા પાસે બે કાર છે અને બંને કારમાં પોતે સાંસદ હોવાના સ્ટીકર અને નેમ પ્લેટ દેખાય છે. જોકે આ પ્લેટની આગળ નાના અક્ષરે પણ પૂર્વ લખ્યું નથી જેથી તેમની સામે કાર્યવાહી માટે માંગ ઉઠી છે.
વર્તમાન સાંસદ ભરત સુતરીયા છતાં નારણ કાછડીયા રોફ જમાવે છે !
અમરેલી (Amreli) જિલ્લામાં પૂર્વ સાંસદ નારણ કાછડિયા હાલમાં કોઈ સત્તા કે કોઈ હોદ્દો ના હોવા છતાં આ પ્રકારે કારમાં સાંસદ હોવાનું જણાવ્યા બાદ તેમની સામે અમરેલી (Amreli) જિલ્લા કલેક્ટર લચેરી ખાતે એક અરજી આપવામાં આવી છે. આ અરજી આપનાર અમરેલી (Amreli) જિલ્લાના સામાજિક આગેવાન નાથાલાલ સુખડીયા છે કે જેઓ એમ કાજી રહ્યં છે આ ઘટનામાં મોટર વહીકલ એક્ટનો ભંગ થયો છે તેમાં છતાં તંત્ર કામગીરી કેમ નથી કરતુ તે પણ સવાલ ઉઠી રહ્યાં છે.હવે અમરેલી (Amreli) ની જનતા પણ વિચારી રહી છે અમરેલી (Amreli) જિલ્લા માટે બે સાંસદ છે કે એક જ છે.
નારણ કાછડીયા ફરી એક નવા વિવાદમાં કેમ આવ્યા
અમરેલી (Amreli) સાંસદ નારણ કાછડિયાને લઇ મોટો વિવાદ અમરેલીમાં જ સર્જાયો છે. અમરેલી જિલ્લાના સામાજિક આગેવાન નાથાલાલ સુખડિયાએ જિલ્લા કલેક્ટરને એક અરજી કરી છે જેમાં નેતાજીને નેમપ્લેટનો શોખ જતો નથી અને તેઓ પૂર્વ થઇ ગયા હોવા છતાં વર્તમાન રહેવાનો શોખ ધરાવી રહ્યા છે. સામાજિક આગેવાન નાથાલાલ સુખડીયા બે કારમાં નેમ પ્લેટ લગાડીને લાલ બોર્ડ લગાવવા સામે કલેકટરને રજૂઆત કરી છે કે હોદ્દો ન હોવા છતાં આવા લખાણ લખનાર સામે ગુન્હો નોંધવામાં આવે તેવી માંગ કરી છે.