Gujarat : નરેશ પટેલ, પ્રશાંત કોરાટ અને જયેશ રાદડીયાના ગજગ્રાહ વચ્ચે ખોડલધામથી નરેશ પટેલનો માસ્ટર સ્ટ્રોક?

Khodaldham : ગુજરાત (Gujarat) માં જયારે જયારે સોંરાષ્ટ્રનુ રાજકારણ ગરમાય અને એમાં પણ ખાસ પાટીદાર સમાજનું નામ આવે ત્યારે નરેશ પટેલ (Naresh Patel) નું પણ નામ સામે આવતું હોય છે. ત્યારે હવે નરેશ પટેલે (Naresh Patel) ખોડલધામ (Khodaldham) ની મહિલા સંકલન સમિતિ માટે વડાઓની નિમણૂંક કરીને એક કાંકરે અનેક પક્ષી માર્યાની પરિસ્થિતિ સર્જાઈ છે. જેમાં પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ (Anandiben Patel)ના પુત્રી અનારબેન પટેલ (Anarben Patel)ને મહિલા સંગઠનના ટ્રસ્ટી બનાવાયા છે. સાથે વધુ બે જવાબદારીઓ જેનીબેન ઠુમ્મર (Jenny Thummar) અને જશુમતીબેન સવજીભાઈ કોરાટ (Jashumatiben Savajibhai Korat) ને આપી છે. જે હાલમાં ખુબ ચર્ચામાં આવી છે.

Scroll to Top