- મોદી-ભાગવતની મુલાકાતમાં નડ્ડાના ઉત્તરાધિકારીની ચર્ચા થઈ
- આ મહિને મળશે ભાજપને નવું નેતૃત્વ
- સંગઠનાત્મક ચૂંટણીઓ જલદી પૂર્ણ કરવાનો નિર્દેશ
નવી દિલ્હીઃ ખુબજ લાંબા સમયથી એક બાદ એક મુદતમાં જઈ રહેલા ભાજપના ગુજરાતની રાષ્ટ્રીય કક્ષાના સંગઠનની પુનઃરચનામાં હવે છેડો આવી ગયાના સંકેત છે અને આ સપ્તાહમાં તા.6 એપ્રિલ કે તે પૂર્વે ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ અને તા.10 એપ્રિલ સુધીમાં ભાજપને નવા રાષ્ટ્રીય પ્રમુખની નિયુક્તિ થઈ જશે તેવા નિશ્ચિત સંકેત મળ્યા છે.
ભાજપના વર્તમાન ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલથી લઈને રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડા તમામ અને પુરુષ સંગઠન હાલ એક્સટેન્શન પર છે. પક્ષે ગત વર્ષે લોકસભા ચૂંટણી બાદ જે રીતે ડિસેમ્બરથી નવા સંગઠનની રચનાની કામગીરી કરી હતી. તેઓ એપ્રિલ માસ આવતા હજુ ગુજરાત સહિત 18 રાજયમાં નવા સંગઠનની રચના બાકી છે અને રાષ્ટ્રીય કક્ષાએ પણ હવે આ પ્રક્રિયા કરવા માટે 50% રાજ્યોમાં નવું સંગઠન જરૂરી છે.
પક્ષના સૂત્રોના જણાવ્યા મુજબ હાલ ગુજરાત સહિત 5-6 રાજ્યના નવા પ્રદેશ પ્રમુખ નિયુક્ત થઈ જશે. જે તા.6 એપ્રિલ પૂર્વે જાહેરાત થશે અને બાદમાં રાષ્ટ્રીય કક્ષાએ પણ નવા રાષ્ટ્રીય પ્રમુખ સહિત પ્રક્રિયા શરૂ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નાગપુર યાત્રા, યોગી આદિત્યનાથ અને વડાપ્રધાન મોદીની એક ક્લાકની મેરેથોન બેઠક સાથે જે.પી.નડ્ડાની એક બાદ એક વરિષ્ઠ નેતાઓ સાથે બેઠકો પછી હવે માળખું નિશ્ચિત થવા લાગ્યું છે. 30 માર્ચે મોદી અને RSSના વડા મોહન ભાગવત વચ્ચે થયેલી મુલાકાતમાં નવા અધ્યક્ષના નામ પર ચર્ચા થઈ હતી.
ગુજરાતમાં તા.4 એપ્રિલના સંસદ સત્ર સમાપ્ત થયા બાદ કોઈ પણ સમયે નવા અધ્યક્ષ આવશે અને તે પછી તા.10 સુધીમાં નવા રાષ્ટ્રીય પ્રમુખ પણ મળી જશે. સૂત્રોના જણાવ્યા મુજબ હવે ભાજપના નવા સંગઠનમાં ખાસ કરીને રાષ્ટ્રીય પ્રમુખ નકકી કરવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની ભૂમિકા પણ વધી છે અને તેની અસર દેખાશે. પક્ષ માટે નવા પ્રમુખ એ મહત્વના છે. તેમના નેતૃત્વ હેઠળ 12થી13 રાજ્યની ધારાસભા ચૂંટણીમાં જેઓ પશ્ચિમ બંગાળ, તામિલનાડુ જેવા રાજ્ય પણ સામેલ છે.
જે રીતે શાસનમાં હવે જીયો પોલિટિકલ પડકારો વધી રહ્યા છે. તેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમાં વધુ વ્યસ્ત હશે અને અમિત શાહ પાસે આંતરિક પડકારોની કામગીરી છે તેથી ભાજપને હવે એવા અધ્યક્ષની જરૂર છે જે ખુદ સંગઠન સંબંધી નિર્ણયો લઈ શકે અને રાજ્યોના સંગઠનને પણ દોરી શકે. તેથી જ હવે કોઈ અનુભવી મહામંત્રી પર પસંદગી થાય તો પણ આશ્ચર્ય થશે નહીં. કદાચ પહેલી વખત ભાજપે રાષ્ટ્રીય અધ્યક્ષની નિયુક્તિ કરવા કમિટી બનાવી હોય તેવી પણ રાજકીય સૂત્રો તરફથી માહિતી મળી રહી છે?
સામાન્ય રીતે ભાજપના બંધારણ મુજબ રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગીની એક પ્રક્રિયા છે. જેમાં પ્રદેશ અધ્યક્ષ અને રાષ્ટ્રીય ડેલિગેટની ભૂમિકા મહત્વની છે અને દરેક રાજ્યમાં આ પ્રકારે ડેલિગેટ નિશ્ચિત થાય છે પણ પ્રથમ વખત ભાજપે રાષ્ટ્રીય પ્રમુખ નકકી કરવા કમિટી બનાવી હોવાના અહેવાલ આવ્યા છે. જેમાં જે.પી. નડ્ડા, રાજનાથ સિંઘ, બી.એલ.સંતોષ, સુરેશ સોની અને અરૂણકુમાર છે.
આમ સંઘના ત્રણ પ્રતિનિધિઓ કમિટીમાં છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે ગૃહ મંત્રી અમિત શાહનું નામ નથી. જો કે આ કમિટીની કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી. જેથી કોઈ ખુલીને પણ સામે નથી આવી રહ્યું. એક તરફ ભાજપનો સ્થાપના દિવસ આવી રહ્યો છે. ત્યારે 6 એપ્રિલ પહેલા ગુજરાત ભાજપને જો સત્તાવાર કોઈ અધ્યક્ષ મળે છે તો તેમનો પદ ગ્રહણ સમારોહ પણ ભાજપના સ્થાપના દિવસના દિવસે થાય તેવી શક્યતાઓ છે.