Gujarat : મોડી રાત્રે અમરેલી જીલ્લા ભાજપ પ્રમુખ અને ધારાસભ્ય જેવી કાકડિયા અચાનક દોડતા થયા

Amreli : રોજની જેમ જ મોડી રાત્રે અમદાવાદ, સુરત, વડોદરા અને અન્ય શહેરો તરફ જતી બસો ગત મોડી રાત્રે પણ નીકળી ચુકી હતી. જોકે કેટલીક ખાનગી બસો ઉના, દીવ અને સોમનાથ તરફથી અમરેલી (Amreli) થઈને પણ નીકળતી હોય છે. જેમાં અનેક બસો મોડી રાત્રે 12 વાગ્યા સુધીમાં અમરેલી (Amreli) પહોંચે જયારે કેટલીક ખાનગી બસો વહેલા પહોંચતી હોય છે. ત્યારે ગત મોડી રાત્રે ઉનાથી અમદાવાદ જતી હરિ દર્શન નામની ખાનગી બસ અમરેલી (Amreli) જિલ્લાના ધારી તાલુકા નજીક આવેલા ચલાલા નજીક પહોંચતા અચાનક ડ્રાઈવરે સંતુલન ગુમાવતા બસ પલ્ટી મારી હતી.

ઘટના અંગે જાણ થતા ધારાસભ્ય દોડતા થયા
અમરેલી (Amreli) જિલ્લાના ચલાલા નજીક મોડી રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો છે. ઉનાથી અમદાવાદ જઈ રહેલી ખાનગી ટ્રાવેલ્સની બસ પુરપાટ ઝડપે જતી હતી. આ દરમિયાન ચાલકે બસનું સંતુલન ગુમાવતા બસ પલટી ખાઈ ગઈ હતી. જોકે બસે પલ્ટી લાગતાંની સાથે લગભગ 18 જેટલા મુસાફરો બસમાં સવાર હતા જેમાં કેટલાક ઈજાગસ્ત થતા તત્કાલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે ઘટના અંગે જાણ થતાની સાથે ધારાસભ્ય જે.વી.કાકડીયા અને જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી સીધા હોસ્પિટલ ખાતે પહોંચ્યા અને ઈજાગસ્તોના ખબર અંતર પૂછ્યા હતા.

ચલાલા પોલીસે ઘટનાની નોંધ ગંભીરતાથી લીધી
અમદાવાદ અમરેલી રૂટ પર ચાલતી ખાનગી બસો અનેક વખત મોડી રાત્રે બેફામ બસો હંકારતા જોવા મળે છે જોકે આ ઘટના બન્યા બાદ અમરેલી જીલ્લા પોલીસે આ અંગે ગુનો નોંધવાની પણ તજવીજ હાથ ધરી હતી. સાથે આ ઘટનાને કારણે મુસાફરોમાં હાલ તો ખાનગી બસ સંચાલકો અને બસ ચાલકો સામે ભારે આક્રોશ પણ જોવા મળી રહ્યો છે.

Scroll to Top