72 મી ઓલ ઇન્ડિયા પોલીસ એક્વિટી ક્લસ્ટર ચેમ્પિયનશિપ 2024 – 25ની ગુજરાત કરશે યજમાની

72 મી ઓલ ઇન્ડિયા પોલીસ એક્વિટી ક્લસ્ટર ચેમ્પિયનશિપ 2024 – 25ની ગુજરાત કરશે યજમાની

72 મી ઓલ ઇન્ડિયા પોલીસ એક્વિટી ક્લસ્ટર ચેમ્પિયનશિપ 2024 – 25 યોજવાની છે.જેની યજમાની ગુજરાત કરશે. જેની ચાર સ્પર્ધાઓ 24 માર્ચથી 28 માર્ચ દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરમાં યોજાશે. ચાર સ્પર્ધાઓ 24 માર્ચથી 28 માર્ચ દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરમાં યોજાશે.ઓલ ઇન્ડિયા પોલીસ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડનો આશય ભારતની સરહદની પહેરેદારી કરતા તેમજ આંતરીક સુરક્ષા અને સલામતીની જવાબદારી સંભાળતા કેન્દ્રીય સશસ્ત્ર સુરક્ષા બળના જવાનો અને પોલીસ જવાનોમાં ખેલકૂદની ભાવનાને આવી સ્પર્ધાઓના આયોજનથી બળવત્તર કરવાનો છે.

24 માર્ચના રોજ સાંજે 5 કલાકે યોજાશે ઓપનિંગ સેરેમની

ઉદ્ઘાટન સમારોહ ગુજરાતના પોલીસ મહાનિદેશક વિકાસ સહાયની ઉપસ્થિતિમાં આગામી તા.૨૪મી માર્ચના રોજ સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ઇન્ડિયા કોમ્પ્લેક્ષ ખાતે યોજાશે..દર વર્ષે ઓલ ઇન્ડિયા પોલીસ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ, ભારતના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પોલીસ દળ તેમજ સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સના જવાનો વચ્ચે વિવિધ સ્પોર્ટ્સ કોમ્પિટિશન, રમત-ગમત સ્પર્ધાઓનું આયોજન કરે છે.

27 રાજ્યોના 572 રમતવીરો સહભાગી થશે

વિવિધ ૨૭ રાજ્યોના ૫૭૨ રમતવીરો સહભાગી થશે.ચાર દિવસીય સ્પર્ધા દરમિયાન પ્રતિસ્પર્ધીઓ વચ્ચે વિવિધ એક્વેટીક્સ અને ક્રોસ કન્ટ્રી સહિતની ચાર સ્પર્ધાઓ યોજાશે. આ ઉપરાંત 26 માર્ચના રોજ ચિલોડા રોડ પર સ્થિત CRPF ગ્રુપ સેન્ટર ખાતે સાંજે 7 થી 9 કલાક દરમિયાન સંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધાનો સમાપન સમારોહ તા. ૨૮મી માર્ચના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ઇન્ડિયા કોમ્પ્લેક્ષ, સેક્ટર-૧૫, ગાંધીનગર ખાતે થશે..

રાજયભરની પોલીસ રહેશે ઉપસ્થિત

અત્રે નોંધનીય છે કે આ ચેમ્પિયનશીપ સ્પર્ધામાં ચાર રમતો યોજાશે જેમાં સાંઈ ખાતે સ્વીમીંગ અને વૉટર પોલો સ્પર્ધા, સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ડાઈવીંગ સ્પર્ધા અને જી.સી.ગાંધીનગર ખાતે 10 કિ.મી ક્રોસ કંન્ટ્રી રન યોજાશે.72મી ઓલ ઇન્ડિયા પોલીસ એક્વેટીક્સ ક્લસ્ટર ચેમ્પિયનશિપ 2024-25 સ્પર્ધામાંછત્તીસગઢ પોલીસ, સી.આઈ.એસ. એફ, સી.આર.પી.એફ, ગુજરાત પોલીસ, હરિયાણા પોલીસ, ઈન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ, જમ્મુ- કાશ્મીર પોલીસ, આંદામાન નિકોબાર પોલીસ, આંધ્રપ્રદેશ પોલીસ, આસામ પોલીસ અને આસામ રાઈફલ્સ, બોર્ડર સીકયોરીટી ફોર્સ,ઝારખંડ પોલીસ, કર્ણાટક પોલીસ, કેરાલા અને મહારાષ્ટ્ર પોલીસ, એન.ડી.આર.એફ, ઓડીશા, રાજસ્થાન,તમિલનાડુ, ઉત્તરાખંડ, પશ્રિમ બંગાળ, તેલંગણા, ઉત્તર પ્રદેશ અને પંજાબ પોલીસ, રેલ્વે પ્રોટેકશન ફોર્સ, એસ.એસ.બીના 572 સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે.

Scroll to Top