ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ 10ની પરીક્ષાનું આજે પરિણામ સવારે 08:00 કલાકે જાહેર કરી દેવામાં આવ્યું છે. 27 ફેબ્રુઆરીથી રાજ્યમાં ધોરણ 10ની બોર્ડ પરીક્ષાનો યોજાઈ હતી. જેમાં ધોરણ-10માં 8.92 લાખથી વધુ વિદ્યાર્થીઓએ બોર્ડ પરીક્ષા આપી હતી. ધોરણ 10 નું પરિણામ 83.08 % જાહેર થયું છે. ગત વર્ષે 2024 માં ધોરણ 10નું પરિણામ 11 મેના રોજ આવ્યું હતું. આ વર્ષે એના કરતાં ત્રણ દિવસ વહેલું એટલે આજે 8 મે ના રોજ જાહેર થયું છે.
આ વખતે 7,46,892 વિદ્યાર્થીઓએ ધોરણ 10ની પરીક્ષા આપી હતી. 2025 માં લેવાયેલી 10માં ની પરીક્ષામાં અંગ્રેજી મધ્યમનું પરિણામ સૌથી વધારે 92.58 % ત્યારબાદ ગુજરાતી માધ્યમનું પરિણામ 81.79 % અને હિન્દી માધ્યમનું પરિણામ 76.47 % જાહેર થયું છે. ધોરણ 10 માં મહેસાણાના કાંસા કેન્દ્ર અને ભાવનગરના ભોળાદ કેન્દ્રનું પરિણામ પણ 99.11% જાહેર થયું છે. જ્યારે સૌથી ઓછું પરિણામ ખેડા જિલ્લાના અંબાવ કેન્દ્રનું છે 29.56 ટકા.
મહેસાણાના કાંસા કેન્દ્ર અને ભાવનગરના ભોળાદ કેન્દ્રનું એક સરખું સૌથી વધુ 99.11% પરિણામ આવ્યું હતું. જ્યારે ખેડા જિલ્લાના અંબાવ કેન્દ્રનું સૌથી ઓછું 29.56% પરિણામ આવ્યું હતું. જોકે સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો બનાસકાંઠા 89.29% તો સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો ખેડા 72.55% રહ્યું હતું. 1574 શાળાઓનું પરિણામ 100% આવ્યું હતું. જ્યારે 30%થી ઓછું પરિણામ ધરાવતી શાળાઓ 45 જેટલી હતી.
- રાજ્યમાં ધોરણ 10નુ 83.08% પરિણામ જાહેર
- સૌથી વધુ પરિણામ કાંસા, ભોળાદ કેન્દ્રનુ 99.11 ટકા પરિણામ
- સૌથી ઓછુ ખેડાના અંબાવ કેન્દ્રનું 29.56 ટકા પરિણામ
- સૌથી વધુ બનાસકાંઠા જિલ્લાનું 89.29 ટકા પરિણામ
- સૌથી ઓછું ખેડા જિલ્લાનુ 72.55 ટકા પરિણામ
- રાજ્યમાં 1574 શાળાનું 100 ટકા પરિણામ
- ધોરણ 10માં 28055 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યો
- ધોરણ 10માં 86459 વિદ્યાર્થીઓને A2 ગ્રેડ મળ્યો
- ધોરણ 10માં 124274 વિદ્યાર્થીઓને B1 ગ્રેડ મળ્યો
- ધોરણ 10માં 152084 વિદ્યાર્થીઓને B2 ગ્રેડ મળ્યો
- ધોરણ 10માં 145444 વિદ્યાર્થીઓને C1 ગ્રેડ મળ્યો
- ધોરણ 10માં 78137 વિદ્યાર્થીઓને C2 ગ્રેડ મળ્યો
- ધોરણ 10માં 7231 વિદ્યાર્થીઓને 99 થી વધુ પર્સન્ટાઈલ રેન્ક
- ધોરણ 10માં 14621 વિદ્યાર્થીઓને 98 થી વધુ PR
- ધોરણ 10માં 22979 વિદ્યાર્થીઓને 97 થી વધુ PR
- ધોરણ 10માં 30340 વિદ્યાર્થીઓને 96 થી વધુ PR
- ધોરણ 10માં 38324 વિદ્યાર્થીઓને 95 થી વધુ PR
- ધોરણ 10માં 45808 વિદ્યાર્થીઓને 94 થી વધુ PR
- ધોરણ 10માં 60454 વિદ્યાર્થીઓને 92 થી વધુ PR
- ધોરણ 10માં 76676 વિદ્યાર્થીઓને 90 થી વધુ PR