Mahakumbh 2025: રાજ્ય સરકારે ગુજરાત પેવેલિયન હેલ્પલાઈન નંબર કર્યો જાહેર

Mahakumbh 2025: ભારતનો સૌથી મોટો આધ્યાત્મિક મેળો એટલે કુંભ મેળો. દર 12 વર્ષે યોજાતો પૂર્ણ કુંભ મેળો આ વર્ષે એટલે કે 2025માં યોજાઈ રહ્યો છે અને તે આધ્યાત્મિક દૃષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે હિન્દુ સંસ્કૃતિ અનુસાર ચારેય મુખ્ય ગ્રહો – સૂર્ય, ચંદ્ર, ગુરુ અને શનિ એક જ રેખામાં આવશે. આવો સંયોગ દર 144 વર્ષમાં એકવાર બને છે, તેથી આ મહાકુંભનું વિશેષ મહત્વ છે. ભારત સહિત વિશ્વભરના લાખો ભક્તો ગંગા, યમુના અને સરસ્વતીના પવિત્ર ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવવા પ્રયાગરાજ આવશે.

ટ્રોલ ફિ નંબર કર્યો જાહેર

ગુજરાતમાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મહાકુંભ (Mahakumbh)  2025માં ભાગ લેવા ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જવાના છે. ગુજરાતના શ્રદ્ધાળુઓને ત્યાં તમામ પ્રકારની મદદ અને સુવિધાઓ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી ‘ગુજરાત પેવેલિયન’ બનાવવામાં આવ્યું છે.

પેવેલિયનની વિવિધ સેવાઓ વિશે જાણી શકશે

ગુજરાત પેવેલિયનનો મુખ્ય ઉદ્દેશ્ય ભારત સહિત વિશ્વભરના પ્રવાસીઓને ગુજરાતના સમૃદ્ધ વારસાથી પરિચિત કરાવવાનો અને તીર્થયાત્રીઓને શક્ય તમામ મદદ પૂરી પાડવાનો છે.ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા ટોલ-ફ્રી હેલ્પલાઈન નંબર 1800-180-5600 પણ જાહેર કરવામાં આવ્યો છે. આ નંબર પર સંપર્ક કરીને ગુજરાતીઓ મહાકુંભ 2025 સંબંધિત તમામ માહિતી અને પેવેલિયનની વિવિધ સેવાઓ વિશે જાણી શકશે.

Scroll to Top