Gujrat Government: બેટ દ્વારકામાં દાદાનું બૂલડૉઝર ફરી વળ્યું,76 જેટલા મકાનો તોડી પાડ્યા

Gujrat Government:  રાજ્યમાં અવૈધ બાંધકામને દૂર કરવા માટે સરકાર સતત એક્શનમા જોવા મળી રહી છે. રાજ્યના વિવિધ જિલ્લામાં જે પણ જગ્યાએ સરકારી જમીન પચાવી પાડી હોય ત્યા દાદાનું બૂલડૉઝર (Bulldozer) ફરી વળે છે. ત્યારે હવે બેટ દ્વારકાના વિવિધ વિસ્તારમાં મેગા ડિમૉલિશન (Demolition) ની કામગીરી થઈ હતી.જેમાં વિવિધ ગેરકાયદે 76 જેટલા મકાનોને તોડી પાડ્યા હતા. જ્યારે 6 કરોડથી પણ વધુની જમીનને ખુલ્લી કરી હતી. આ સમગ્ર વિસ્તારમાં ગેરકાયદે દબાણ હટાવવા માટે મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ પણ ખડેપગે હાજર હતી.

76 જેટલા મકાનો તોડી પાડ્યા

રાજ્યમાં આ પહેલા પણ અનેક જગ્યાએ બૂલડૉઝર (Bulldozer) ફરી વળ્યું છે. પરંતુ ઉત્તરાયણ પહેલા આ રીતે કાર્યવાહી થતા ગેરકાયદે બાંધકામ કરતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. બેટ દ્વારકામાં મેગા ડિમૉલિશનની કામગીરીની શરૂઆત સાથે જ 24 કલાકમાં 6 કરોડ 53 લાખની કિંમતની જમીનને ખુલ્લી કરવાઈ હતી.જો કે તંત્ર દ્વારા અંદાજિત 76 જેટલા સ્ટ્રક્ચરોને બૂલડૉઝર (Bulldozer) થી ધ્વસ્ત કરાયા છે.

6 કરોડ 53 લાખની કિંમતની જમીનને ખુલ્લી કરી હતી

થોડા દિવસ પહેલા અમદાવાદમાં રાજ્ય સરકાર અને AMC વિભાગ સાથે મળી ડિમૉલિશન કર્યું હતું. આ ડિમૉલિશન (Demolition) અમદાવાદના બાપુનગર વિસ્તારમાં મદીના મસ્જિદના ઉપરના માળ પર ગેરાકાયદેસર બાંધકામ તોડી પડાયું હતુ.આ કાર્યવાહી AMC કોર્પોરેશનના પૂર્વ વિભાગના એસ્ટેટ વિભાગે હાથ ધરી હતી. ડિમૉલિશન (Demolition) કરતા સમયે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં પણ આવ્યો હોતો

Scroll to Top