Gujarat Farmers: રાજ્યમાં મગફળીની વિક્રમજનક ખરીદી, આંકડો જાણી શોકી જશો

Gujarat Farmers: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં મગફળી (groundnut) સહિતના ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. ભારત અને ગુજરાત સરકાર (goverment of gujrat) ના પ્રો-એક્ટિવ પ્રયાસોના પરિણામે ખેડૂતોની સંખ્યા અને ખરીદ જથ્થાની દ્રષ્ટિએ રાજ્યમાં મગફળી (groundnut) પાકની વિક્રમજનક ખરીદી થઈ છે. સાથે જ ખેડૂતોને ચૂકવણું પણ ખરીદી બાદના માત્ર 7 જ દિવસમાં કરવાનો નવો કીર્તિમાન સ્થાપિત થયો છે.

મગફળીની 12.23 લાખ મેટ્રિક ટન ખરીદી કરવામાં આવી

મબલખ મગફળી (groundnut) ની ખરીદી બાદ કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, આ વર્ષે રાજ્યના ખેડૂતો પાસેથી મગફળી (groundnut) ની અત્યાર સુધીની સૌથી વધુ 12.23 લાખ મેટ્રિક ટન ખરીદી કરવામાં આવી છે. રાજ્યના 3.67 લાખથી વધુ ખેડૂતો પાસેથી રૂ.8,295 કરોડથી વધુ મૂલ્યની મગફળી (groundnut) ખરીદવામાં આવી છે.કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ દ્વારા એક ખેડૂત પાસેથી પ્રતિદિન 125 મણ મગફળી (groundnut) ની ખરીદીની મર્યાદામાં વધારો કરીને 200 મણ પ્રતિદિન નિયત કરવામાં આવી હતી. જેના પરિણામે છેલ્લા પાંચ વર્ષમાં થયેલી મગફળી (groundnut) ની કુલ 22.84 લાખ મેટ્રિક ટન ખરીદી સામે આ એક જ વર્ષમાં રેકોર્ડબ્રેક 12.23 લાખ મેટ્રિક ટન ખરીદી થઈ છે. જેનાથી ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે.

7 દિવસમાં કરવાનો નવો કીર્તિમાન સ્થાપિત થયો

ખેડૂતો વાવેતર કરે તે પહેલા જ ટેકાના ભાવ જાહેર કરવાની નવી પ્રણાલીથી ખેડૂતો નિશ્ચિંત થઈને વાવેતર કરી રહ્યા છે. ચાલુ સિઝનમાં મગફળી (groundnut) નું મબલખ વાવેતર અને મબલખ ઉત્પાદન થવા સાથે બજાર ભાવ કરતા મગફળીનો ટેકાનો ભાવ મણે રૂ.250 જેટલો વધુ હોવાથી ખેડૂતોએ ટેકાના ભાવની આ યોજનાનો મન મુકીને લાભ લીધો છે. એકંદરે આ 3.67 લાખ ખેડૂતોને કુલ રૂ.1530 કરોડનો સીધો લાભ મળ્યો છે.નોંધણી કરાયેલા 3.74 લાખ ખેડૂતોને ખરીદી માટે મેસેજ કર્યા બાદ 98 ટકા ખેડૂતોએ આ યોજનાનો લાભ લેતા સરકારને મગફળી (groundnut) નું વેચાણ કર્યું છે. જે પૈકીના 2.92 લાખથી વધુ ખેડૂતોના બેંક ખાતામાં રૂપિયા 6,600 કરોડ જેટલી માતબર રકમનું ચૂકવણું કરી દેવામાં આવ્યું છે. બાકીના ખેડૂતોને પણ આગામી સાત દિવસમાં ચૂકવણું પૂર્ણ કરવાનું આયોજન છે.

ખરીદીના તમામ પાસાઓ પર ઝીણવટપુર્વક દેખરેખ

ખરીદીના તમામ પાસાઓ પર ઝીણવટપુર્વક દેખરેખ રાખવામાં આવી હતી. ખરીદી સમયસર પૂરી થાય તે માટે જરૂરી ખરીદ કેંદ્રો ખોલવા, પ્રત્યેક ખરીદ કેંદ્ર પર જરૂરી બારદાન ઉપલબ્ધી, વધુ ખેડૂતોને બોલાવી ઝડપી ખરીદી થાય તે માટે ઉપયુક્ત તમામ વયવસ્થા, જરૂરી ગોડાઉનોનું આગતોરૂ મેપીંગ તેમજ ખેડૂતોને સમયસર ચુકવણુ થાય તે તમામ બાબતો પર સંબંધિતોને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ અંજુ શર્મા અને ખેતી નિયામકની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ રહી હતી.

 

 

Scroll to Top