Gujarat : જિલ્લા પોલીસ વડાનો બાટલો ફાટ્યો અને 14 પોલીસકર્મીને એક સાથે સસ્પેન્ડ કર્યા

Amreli : જીલ્લા પોલીસ વડા સંજય ખરાત (Sanjay Kharat) એ છેલ્લા કેટલાક દિવસથી અલગ અલગ જગ્યાના અધિકારીઓને લઈને મળતી ફરિયાદો સાંભળી રહ્યા હતા અને કેટલીક લેખિતમાં આવેલી અરજીઓ તેઓ જોઈ રહ્યા હતા અને અચાનક એક દિવસ એક સાથે 14 જેટલા પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી નાખ્યા.

કેમ IPS સંજય ખરાતે 14 પોલીસ અધિકારીએ સસ્પેન્ડ કર્યા

અમરેલી (Amreli) જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી જિલ્લા પોલીસ વડાને એનેક ફરિયાદો મળી હતી કે જેલ ગાર્ડ, ટ્રેઝરી ગાર્ડ, EVM ગાર્ડ, વેરહાઉસ ગાર્ડ, ઇમરજન્સી સિવિલ ગાર્ડ અને કોર્ટ પરીસર ગાર્ડમાં ફરજ બજાવતા પોલીસ અધિકરીઓ બેદરકારી દાખવતા એક સાથે તમામને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ તમામ જગ્યાએ ફરજ બજાવતા પોલીસ અધિકારીઓએ વગર રજાએ ડ્યુટી પર હાજર ના રહેતા અમરેલી જિલ્લા પોલીસ વડાને અનેક ફરિયાદો મળી હતી જેના કારણે અમરેલી  (Amreli) SP સંજય ખરાતે લાલ આખા કરી છે.

કોણ કોણ થયું અચાનક સસ્પેન્ડ અને કોણ થયું એલર્ટ

અમરેલી (Amreli) જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે (Sanjay Kharat) એક સાથે 14 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરતા અમરેલી જિલ્લા પોલીસ બેડામાં ભૂકંપ છે. જોકે આ તમામ પોલીસ કર્મચારીઓ અમરેલીની અલગ અલગ સરકારી જગ્યા પર ફરજ બજાવતા હતા જેમાં 12 પુરુષ પોલીસકર્મી અને 2 મહિલા પોલીસકર્મીને ફરજ બેદરકારીના કારણે અચાનક સસ્પેન્ડનો ઓર્ડર આવતા ચકચાર છે. બીજી તરફ અગાઉ પણ અમરેલી (Amreli) જિલ્લા પોલીસ વડાએ પાયલ ગોટીની ઘટના દરમિયાન 3 પોલીસકર્મીને સસ્પેન્ડ કરાયા હતા.

Scroll to Top