Surat : થોડા દિવસ અગાઉ વેસુ વિસ્તારમાં આવેલી હોટલમાંથી છલાંગ લગાવેલા ઈજાગ્રસ્ત યુવકની ફોરેન્સિક રિપોર્ટ સામે આવતા ચકચાર મચ્યો છે. ડુમસ રોડ પર રહેતા સોફ્ટવેર એન્જીન્યરનો વાર્ષિક 50 લાખ રૂપિયા પગાર હતો અને ડુમસ રોડ પર રહેતા હોવા છતાં વેસુની હોટલમાં કેમ ગયો હતો તેની પોલીસને શંકા હતી જેથી તાપસ હાથ ધરી હતી. જોકે પોલીસને યુવકના રૂમના બાથરૂમ લોહી લુહાણ હાલતમાં મળ્યું હતું. પરંતુ યુવકે તો છલાંગ લગાવી હતી અને તેના શરીર પર ઈજાઓના નિશાન હતા એટલે અનેક રહસ્યો આ ઘટનામાં ઘેરાયા હતા પરંતુ સુરત પોલીસે આ કેસની તપાસમાં અનેક ઘટસ્ફોટ થયા છે.
સુરત પોલીસની તપાસમાં ઈમેલ અને સુસાઇડ નોટ મળી ?
મહેસાણામાં આવેલા ઊંઝાના વતની અને હાલ મગદલ્લા રોડ પર આવેલ વીરભદ્રા હાઈટ્સમાં રહેતા 35 વર્ષીય અક્ષત જિગ્નેશભાઈ શાહ પત્ની અને દોઢ વર્ષનો પુત્ર, માતા-પિતા અને ભાઈ સહિતના પરિવાર સાથે રહેતો હતો. બે વર્ષ પહેલા જ લગ્ન થયા હતા અને પત્ની ડૉક્ટર છે. અક્ષય બેંગલોર આઈઆઈટીમાં પાસ આઉટ થયેલો છે. અક્ષત બેંગ્લોરની ખાનગી કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર (સોફ્ટવેર ડેવલપર) તરીકે છેલ્લા ત્રણ વર્ષથી વર્ક ફ્રોમ હોમથી કામ કરતો હતો. મૃતક સોફ્ટવેર એન્જિનિયરનો મહિનાનો પગાર 4.16 લાખ રૂપિયા હતો. જોકે હોટેલમાં એન્ટર થયો તે પહલે તેને તેની કંપમનીમાં એક ઈમેલ કર્યો હતો અને સાથે તેની પાસેથી મળેલી વસ્તુઓમાં એક ડાયરી હતી જેમાં તેને સુસાઇડ નોટ પણ લખી હતી.
ડાયરીમાં લખેલી સુસાઈડ નોટમાં શું હતું
અક્ષતે સુસાઇડ નોટમાં લખ્યું છે કે, મને માફ કરજો મને ગમતું નથી. પરિવારના બધાને હું મીસ કરી રહ્યો છું. જીવનથી થાકી અને કંટાળી ગયો છું. હું અહીં રહેવા લાયક નથી. મને ગૂંગળામણ થાય છે. જોકે પોલીસ અધિકરીના જણાવ્યા અનુસાર આ નોટમાં કોઈના પર આક્ષેપ નથી કરવામાં આવ્યો કે કોઈનું નામ પણ નથી લખવામાં આવ્યું.
પોલીસ અને અક્ષતની પત્નીને કેમ જાણ થઇ
અક્ષતે એ પગલું ભરતા પહેલા કંપનીને એક મેઈલ પણ કર્યો હતો. જેમાં લખ્યું હતું કે, મહેરબાની કરીને તેની પત્નીનું નામ અને મોબાઈલ નંબર લખ્યો હતો અને વધુમાં લખ્યું હતું કે તેમને જાણ કરી દો કે હું આ હોટલના 404 નંબરના રૂમમાં છું. થેન્ક્સ અને સોરી. અક્ષત એ કંપનીમાં કરેલા મેઇલના આધારે કંપની કર્મચારીઓ દ્વારા તાત્કાલિક તેની પત્નીને જાણ કરવામાં આવી હતી. જેથી અક્ષતની પત્નીએ હોટલના નામ આધારે ગૂગલમાં મોબાઈલ નંબર સર્ચ કરીને હોટેલ વાળા સાથે વાત કરી હતી. આ વાત કરવામાં આવી રહી હતી દરમિયાન જ અક્ષતે બારીમાંથી છલાંગ લગાવી દીધી હતી. જેથી નીચે પડવાથી અને તેના શરીર ઉપર ચેક કટ મારવામાં આવ્યા હતા તેનાથી લોહી વહી જતા તેનું મોત થયુ હતું.