Gujarat Congress: રાજયમાં ચાલતી વિવિધ ઘટના પર ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ શક્તિ સિંહ ગોહિલ (Shaktisinh Gohil) નું નિવેદન સામે આવ્યું છે. શક્તિ સિંહ ગોહિલે (Shaktisinh Gohil) કહ્યું પહેલા અમરેલી (amreli) ની પાટીદાર યુવતીનું રાત્રે 12 વાગ્યે સરઘસ કાંઠી અપમાન કર્યું છે.તેમા હજી સુધી દિકરીને ન્યાય મળ્યો નથી. જ્યારે બીજી બાજૂ રાજકોટના વિંછીયામાં કોળી સમાજના એક યુવકની હત્યા અંગે ભાજપ પર આક્ષેપ કર્યા હતા.
અમેરીલીની દિકરીને ન્યાય મળ્યો નથી.
ગુજરાત પ્રદેશ પ્રમુખ શક્તિ સિંહ ગોહિલે (Shaktisinh Gohil) મીડિયા સમક્ષ જણાવ્યું કે આપણા દેશમાં લોકશાહી છે સરમુખત્યારશાહી નથી.આપણા બંધારણમાં સ્પષ્ટ છે કે, સરકાર કે અધિકારીને સજા કરવાનો અધિકાર નથી. બંધારણે આ અધિકાર માત્ર ન્યાયાલયને આપ્યો છે. ગુનાહિત પ્રવૃત્તિ કરનાર સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તો તેની સામે કોઈ વાંધો નથી.જો કોઈ નાનો ગુનેગાર હોય તો તેના ટાંટિયા તોડી નાખવામાં આવે છે. જ્યારે વરઘોડો કાઢવામાં આવે અને જો કોઈ મોટો ગુનેગાર હોય તેને કાંઈ કરવામાં આવતું નથી.
ગુજરાતની જનતાને ભાજપના રાજમાં ન્યાય મળી રહ્યો નથી
આ ઉપરાંત તેમણે કહ્યું રાજકોટના વિછીંયા તાલુકાના થોરયાળી ગામે ધનશ્યામ રાજપરાની હત્યા કરવામાં આવી હતી. કોળી સમાજ (koli samaj) ના પ્રતિષ્ઠિત આગેવાનો સામે 307ની કલમ એટલે કે ખૂનની કોશિશ કરતા હતા એમ કહી જેલમાં નાંખવામાં આવ્યા હતા. આ બિલકુલ વ્યાજબી નથી.તેમણે વધુમાં કહ્યું રાજ્યમાં કાયદા કાનૂની વ્યવસ્થા સંપૂર્ણ નષ્ટ થઈ ગઈ છે. ગુજરાતની જનતાને ભાજપના રાજમાં ન્યાય મળી રહ્યો નથી.