Gujarat Congress: રાજ્ય અને પ્રદેશ કોંગ્રેસને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે જાહેરાત કરી છે કે, આ વખતે કોંગ્રેસ (Congress) નું રાષ્ટ્રીય અધિવેશન અમદાવાદમાં મળશે. આગામી 8 અને 9 એપ્રિલે અધિવેશનમાં ભાગ લેવા માટે મલ્લિકાર્જૂન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિતના દિગ્ગજ નેતાઓ અમદાવાદ પહોંચશે. છેલ્લે વર્ષ 1961 માં ભાવનગરમાં કોંગ્રેસનું બીજુ રાષ્ટ્રીય અધિવેશન મળ્યુ હતુ, આ પછી ફરી એકવાર ગુજરાતને આ લ્હાવો મળ્યો છે.
કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન અમદાવાદમાં મળશે
કોંગ્રેસ (Congress) ના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું કે કોંગ્રેસ (Congress) નું રાષ્ટ્રીય અધિવેશન આ વખતે અમદાવાદમાં આગામી 8 અને 9 એપ્રિલે મળશે. રાષ્ટ્રીય અધિવેશનને લઈને પ્રદેશ કોંગ્રેસે (Congress) તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. ખાસ વાત છે કે, આ અધિવેશનમાં કોંગ્રેસ (Congress) ના રાષ્ટ્રીય કક્ષાના દિગ્ગજ નેતાઓ મલ્લિકાર્જૂન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિતનાઓ અમદાવાદમાં આવશે. કોંગ્રેસ (Congress) ના રાષ્ટ્રીય અધિવેશનમાં દેશભરમાંથી કોંગ્રેસના મોટા મોટા નેતાઓ અમદાવાદમાં હાજરી આપવા પહોંચશે.
કોંગ્રેસના મોટા મોટા નેતાઓ અમદાવાદમાં હાજરી આપશે
1961માં ભાવનગરમાં કોંગ્રેસ (Congress) નું બીજુ રાષ્ટ્રીય અધિવેશન મળ્યું હતુ, ત્યારે પછી 64 વર્ષ બાદ ફરી એકવાર ગુજરાતમાં કોંગ્રેસ (Congress) નું રાષ્ટ્રીય અધિવેશન ગુજરાતમાં મળી મળી રહ્યું છે. વર્ષ 1961 બાદ હવે 2025 એપ્રિલમાં કોંગ્રેસ (Congress) નું રાષ્ટ્રીય અધિવેશન ગુજરાતમાં મળશે. અધિવેશનને લઇને શક્તિસિંહે જણાવ્યું કે, મહાત્મા ગાંધી મંદિર ખાતે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળે તેવી માગ કરી હતી.
છેલ્લે 1961માં અધિવેશન મળ્યું હતું
ગુજરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહનું ગૃહરાજ્ય હોવાના કારણે અહીંની દરેક ચૂંટણી મહત્ત્વની હોય છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ (Congress) ને લાગે છે કે, જો આગળ વધવું હોય તો, ભાજપને ગુજરાતમાં હરાવવી પડશે. કોંગ્રેસ (Congress) એક-બે મહિનામાં આગામી બે વર્ષનો કાર્યક્રમ તૈયાર કરી લેશે. કોંગ્રેસના ટોચના નેતાઓની પણ ગુજરાત મુલાકાત વધી ગઈ છે. ગુજરાત કોંગ્રેસ (Congress) ના નેતા કહેતા હોય છે કે, રાહુલ ગાંધીએ ગુજરાતમાં ભાજપને હરાવવાનો ગત વર્ષે જ પડકાર ફેંક્યો હતો. તે વખતે તેમણે સંસદમાં કહ્યું હતું કે, તમે લખીને રાખો, આ વખતે અમે તમને ગુજરાતમાં હરાવીશું. વિપક્ષ ઈન્ડિ ગઠબંધન ભાજપને ગુજરાતમાં હરાવશે.