Gujrat Congress: અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે કોંગ્રેસનો સાથ છોડયો,જાણો શું કહ્યું…..

Gujrat Congress: કોંગ્રેસ માટે માઠા સમાચાર સામે આવ્યા છે.કોંગ્રેસ (congress) ના પૂર્વ દિગ્ગજ નેતા એને સોનિયા ગાંધીના સલાહકાર અહેમદ પટેલના પૂત્ર ફૈઝલ પટેલે કોંગ્રેસ (congress) સાથે છોડી દીધી છે.તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને રાજીનામાની જાહેરાત કરી હતી. ફૈઝલ પટેલે તેમને સપોર્ટ કરનાર કાર્યકરોનો આભાર વ્યકત કર્યો હતો. છેલ્લા કેટલાક સમયથી એવા અહેવાલો આવી રહ્યા છે કે, ફૈઝલ પટેલ કોંગ્રેસ પાર્ટીથી નાખુશ છે તેથી તેમણે રાજીનામું આપી દીધું છે.

સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી શું કહ્યું

કોંગ્રેસ (congress) ના દિગ્ગજનેતા અને ભરૂચના પૂર્વ સાસંદ સ્વ.અહેમદ પટેલના પૂત્ર ફૈઝલ અહમદ સાથે જોડાયેલા છે. ફૈઝલ પટેલે કોંગ્રેસ (congress) સાથે છેડો ફાડી દીધો છે.તેમણે સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરતા કહ્યું ખૂબ જ પીડા અને વેદના સાથે, મેં @INCIndia માટે કામ કરવાનું બંધ કરવાનો નિર્ણય લીધો છે. ઘણા વર્ષોથી આ એક મુશ્કેલ સફર રહી છે. મારા સ્વર્ગસ્થ પિતા @ahmedpatelએ પોતાનું આખું જીવન દેશ, પક્ષ અને ગાંધી પરિવાર માટે કામ કરવામાં સમર્પિત કરી દીધું છે. મેં તેમના પગલે ચાલવાનો પ્રયાસ કર્યો પરંતુ દરેક પગલે મને ના પાડી દેવામાં આવી. હું શક્ય તેટલા બધા રીતે માનવજાત માટે કામ કરવાનું ચાલુ રાખીશ. કોંગ્રેસ (congress) પાર્ટી હંમેશાની જેમ મારો પરિવાર રહેશે. મને ટેકો આપનારા તમામ નેતાઓનો હું આભાર માનું છું.

ફૈઝલ પટેલ કોંગ્રેસથી હતા નારાજ

તમને જણાવી દઈએ કે, ફૈઝલ પટેલે કોંગ્રેસ (congress) ના દિગ્ગજનેતા અને ભરૂચના પૂર્વ સાસંદ સ્વ.અહેમદ પટેલના પૂત્ર છે.ફૈઝલ પટેલ છેલ્લા કેટલાક વર્ષોથી રાજકારણમાં કાર્યરત છે. તેઓ રાષ્ટ્રીય કોઁગ્રેસ (congress) સાથે જોડાયેલા હતા. પરંતુ મળતી માહિતી અનુસાર ફૈઝલ પટેલ એક્ટીવ કાર્યરત ન હતી.આ ઉપરાંત ફૈઝલ પટેલને કોંગ્રેસમાં મહત્વનું પદ ન મળતા તેઓ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીથી નારાજ હતા.

 

 

 

Scroll to Top