Gujarat News: ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં અત્યારે હિન્દુ ધર્મનો સૌથી મોટો તહેવાર ચાલી રહ્યો છે.આ મહાકુંભના પર્વ 144 વર્ષ પછી આવ્યા હોવાથી કરોડોની સંખ્યામાં હિન્દુ શ્રદ્ધાળુઓ, બાબુ,સાધુ,સંતો અને મહંતો ગંગાના ત્રિવેણી સંગમમાં પહોંચ્ચા છે. હવે આ મહાકુંભમાં આસ્થાની ડુબકી લગાવવા માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) પણ જવાના છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 3 ફેબ્રુઆરીએ યુપીના પ્રયાગરાજ જશે
આ મહાકુંભમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) પણ આસ્થાની ડુબકી લગાડશે. મળતી માહિતી પ્રમાણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) અગામી 3 ફેબ્રુઆરીએ યુપીના પ્રયાગરાજ જશે. ત્યા તેઓ ગંગા ત્રિવેણી સંગમમાં મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવશે. ઉલ્લેખનીય છે કે, ભાજપ અને NDA શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નેતાઓ મહાકુંભમાં ડુબકી મારી હતી.
ભારતમાં મહા કુંભમેળો દર 12 વર્ષે થાય છે
પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળાનો પ્રારંભ 13 જાન્યુઆરી 2025થી ચાલુ થયો હતો. જ્યારે મહાકુંભ 26 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીના દિવસે પૂરો થશે. ભારતમાં મહા કુંભમેળો દર 12 વર્ષે એકવાર યોજવામાં આવે છે. જે ભારતના ચાર પ્રાચીન શહેરો હરિદ્વાર, નાસિક, પ્રયાગરાજ અને ઉજ્જૈનમાં આયોજિત થાય છે. આ સંગમના પવિત્ર પાણીમાં ડૂબકી લગાવવાનો અને પૂજા કરવાનો સૌથી મોટો અવસર છે.એવું માનવામાં આવે છે કે કુંભ મેળામાં સ્નાન કરવાથી પાપોથી મુક્તિ મળે છે.
સમુદ્ર મંથનથી મહાકુંભની શરૂઆત થઈ
માન્યતા મુજબ સમુદ્ર મંથનમાંથી મળેલા અમૃતને મેળવવા માટે દેવતાઓ અને દાનવો વચ્ચે 12 વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું. આ યુદ્ધ દરમિયાન જ્યાં ઘડામાંથી અમૃતના ટીપા પડ્યા હતા ત્યાં કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે. 12 વર્ષ સુધી ચાલેલા યુદ્ધને કારણે કુંભ દર 12 વર્ષે એક વાર આવે છે. મહાકુંભના સ્નાનને શાહી સ્નાન તરીકે ઓળખવામાં આવે છે.