Gujarat budget: બજેટમાં પોરબંદર માટે બમ્પર જાહેરાત,જાણો અર્જુન મોઢવાડિયાએ શું કહ્યું…………

Gujarat budget: નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા ગુજરાત વિધાનસભામાં રજુ કરવામાં આવેલ વર્ષ 2025-26 નું બજેટ પોરબંદર માટે અનેક રીતે ઐતિહાસીક બની રહ્યું છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આજરોજ વિધાનસભામાં રજૂ કરેલ બજેટ (budget) પ્રવચન 2025-2026માં ઈતિહાસમાં પહેલી વખત પોરબંદરનો 10 વખત ઉલ્લેખ કરીને વિવિધ વિભાગો હેઠળ કરોડોની રકમ ફાળવણી કરવાની જાહેરાત કરી છે.

બજેટમાં પોરબંદરનો 10 વખત ઉલ્લેખ થયો

બજેટ (budget) માં પોરબંદરને લઈ અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે પોરબંદરના વિકાસ માટે ગુજરાત સરકારના બજેટ (budget) માં અનેક મહત્વપુર્ણ જાહેરાતો કરવામાં આવી છે. નાણામંત્રીએ આરોગ્ય ક્ષેત્રે પોરબંદરની જનતાને મોટી ભેટ આપતા કેન્સરના દર્દીઓને ગુજરાત કેન્સર રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ, અમદાવાદ સુધી સારવાર લેવા ન જવુ પડે અને નજીકમાં સુવિધા ઉપલબ્ધ બને તે માટે પોરબંદર ઉપરાંત વલસાડ, ગોધરા, હિંમતનગરમાં કેન્સરની સારવાર શરૂ કરવા માટે રૂપિયા 198 કરોડની જોગવાઈ કરી છે. જે અંતર્ગત પોરબંદર અને આસપાસના જિલ્લાઓના કેન્સરના દર્દીઓને ઘર આંગણે સારવાર મળે તે માટે પોરબંદર GMERS મેડીકલ હોસ્પિટલ ખાતે નવો કેન્સર વિભાગ શરૂ કરવામાં આવશે. અર્જુનભાઈ મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે બજેટ (budget) માં ગ્રંથાલયો તૈયાર કરવા માટે રૂપિયા 138 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જેમાંથી પોરબંદર ખાતે જિલ્લા કક્ષાનું ગ્રાંથાલય તેમજ કૃતિયાણા અને રાણાવાવ ખાતે તાલુકા કક્ષાના ગ્રંથાલયો બનાવવામાં આવશે.

રાણાવાવ-કૃતિયાણામાં તાલુકા કક્ષાના ગ્રંથાલયો શરૂ થશે

અર્જુનભાઈ મોઢવાડિયાએ વધુમાં ઉમેર્યુ હતું કે બજેટ (budget) માં એરપોર્ટના વિસ્તરણ માટે રૂપિયા 210 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે. જેમાંથી પોરબંદર એરપોર્ટ ઉપર મોટા હવાઈ જહાજ-પ્લેન લેન્ડ થઈ શકે તે માટે રન-વે ની લંબાઈ જે અત્યારે 1300 મીટર છે તે વધારીને 2650 મીટર કરવામાં આવશે, તેમજ એરપોર્ટનો વિકાસ કરીને આધુનિક એરપોર્ટ બનાવવામાં આવશે. આ ઉપરાંત બજેટમાં ગીર ગાયના આનુવાંશિક ઓલાદ સુધારણા, સંવર્ધન અને સંરક્ષણ માટે પોરબંદરના ધરમપુર ખાતે અત્યાધુનિક સુવિધાઓ ઉભી કરવા રૂપિયા ૨૩ કરોડની જોગવાઈ %

Scroll to Top