Gujrat Bjp: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કાલોલમાં ભાજપે (bjp) સેન્સ પ્રક્રિયા હાથ ધરીસ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી છે. તેમ તેમ પાર્ટી એક્ટીવ મોડમાં જોવા મળી રહી છે. થોડા દિવસ પહેલા જૂનાગઢમાં કોંગ્રેસ સેન્સ પ્રકિયા હાથ ધરી હતી. જ્યારે ભાજપે (bjp) પણ સમગ્ર રાજ્યમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરી છે. જેમા ગઈકાલે કાલોલ પાલિકાની ચૂંટણીમાં ભાજપ (bjp) ની સેન્સ પ્રક્રિયામાં 92 નેતાએ સેન્સમાં ભાગ લીધો હતો. શહેરમાં 28 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે.
28 બેઠકો માટે 92 ઉમેદવાર મેદાને
કાલોલ પાલીકામાં 7 વર્ષ પછી ચૂંટણી આવી રહી છે. તેને ધ્યાને રાખી સત્તારૂઢ ભાજપની પેનલમાં ટિકિટ મેળવવા માટે ટિકિટ વાંછુઓની કતારો લાગી હતી. પાછલા બે ત્રણ દિવસોમાં ભાજપના સાંસદ અને ધારાસભ્યની સમીક્ષા બેઠકોની કવાયત પછી સોમવારે પાર્ટીની પ્રક્રિયાના ભાગરૂપે નગરના પટેલ પાર્ટી પ્લોટ ખાતે ભાજપ (bjp) ના ચૂંટણીલક્ષી નિરીક્ષકોની ઉપસ્થિતિમાં નગરના ટિકિટ વાંછુઓના સેન્સ લેવામાં આવ્યા હતા.
કાલોલ પાલિકાની ચૂંટણી 7 વર્ષ પછી યોજાશે
આ સેન્સ પ્રક્રિયામાં 7 વાર્ડ માટે 28 સભ્યોની ટિકીટ માટે 92 ઉમેદવારોએ દાવેદારીઓ કરી હતી. સૌથી મહત્વની વાતએ છે કે, વોર્ડ નંબર એકમાં સૌથી વધુ 26 દાવેદારો છે. જ્યારે વોર્ડ નંબર 6 માં માત્ર 1 જ ઉમેદવારે દાવેદારી નોંધાવી હતી.અમે તમને જણાવી દઈએ કે, રાજ્ય ચૂંટણી પંચના કમિશનર મુરલીકૃષ્ણને 66 નગરપાલિકાની ચૂંટણી માટે તારીખોની જાહેરાત કરી હતી.66 નગરપાલિકાઓમાં તારીખ 16 ફેબ્રુઆરીએ મતદાન થશે. જ્યારે 18 ફેબ્રુઆરીએ મતગણતરી કરવામાં આવશે.