Gujarat : GPSCની પરીક્ષાના વિવાદ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાંગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા લેવામાં આવી રહેલી ડ્રગ ઇન્સ્પેક્ટરની ભરતી પ્રક્રિયાને લઈ એક મોટી અપડેટ સામે આવી છે.જેમાં હાલ તાજેતરમાં ચાલી રહેલ ડ્રગ ઇન્સ્પેક્ટરના ઇન્ટરવ્યૂને લઈ ચેરમેન હસમુખ પટેલે X પર મોટી અપડેટ આપી છે. આ અપડેટ મુજબ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા બે દિવસ લીધેલ ઇન્ટરવ્યૂ રદ કરવામાં આવ્યા છે.