Gujarat : ગઢડાના સ્વામિનારાયણ મંદિરમાં સનાતન ધર્મ સામેના બફાટ મામાલે આહીર સેનાએ કર્યો મોટો વિરોધ

Botad : રાજ્યમાં સ્વામિનારાયણ (Swaminarayan) સંપ્રદાયને મહાન બતાવવા સ્વામિનારાયણ (Swaminarayan) ધર્મના સંતો દ્વારા હિન્દૂ સમાજના આરાધ્ય દેવી દેવતાઓ મામલે બફાટ કરવામાં આવી રહ્યો છે.ભૂતકાળમાં અનેક સ્વામિનારાયણ (Swaminarayan) ના સંતો દ્વારા હિન્દૂ ધર્મના દેવી દેવતાને ભગવાન સ્વામિનારાયણ (Swaminarayan) થી નીચે દર્શાવતી બાબતોનો ખોટો પ્રચાર ભક્તોમાં કરવામાં આવ્યો હોય અને જે મામલે સ્વામિનારાયણ (Swaminarayan) ના સંતોને પીછેહટ કરી માફી માંગવાની પરિસ્થિતિ આવી હોવા છતાં હજુ આ સંતો સુધરવાનું નામ નથી લેતા અને 300 કે 400 વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવેલો આ સ્વામિનારાયણ (Swaminarayan) ધર્મ હજારો વર્ષ પૂર્વેના દેવી દેવતાનું સતત અપમાન કરી રહ્યો છે. આવું વધુ એક અપમાન કે જેમાં સ્વામિનારાયણ (Swaminarayan) ના સંતો દ્વારા દ્વારિકાધીશ ભગવાન અંગે કરેલા બફાટ મામલે ગઢડામાં આહીર સમાજ અને અન્ય હિન્દૂ સંગઠનો લાલઘૂમ થઈ આજે ભારે સૂત્રોચ્ચાર સાથે શહેરના મુખ્ય માર્ગો પર રેલી સ્વરૂપે નીકળી સ્વામિનારાયણ (Swaminarayan) મંદિરે પહોંચ્યા હતા. જેમાં મંદિર પરિસર પહોંચી દ્વારકામાં કોણ છે રાજા રણછોડ છે, જેવા ઉગ્ર સૂત્રોચ્ચાર કરી પોતાના આરાધ્યના અપમાન મામલે વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમજ ત્યાંથી મામલતદાર કચેરીએ પહોંચી સ્વામિનારાયણ (Swaminarayan) સંપ્રદાય દ્વારા ઇતિહાસ સાથે ચેડા કરી જે પુસ્તકો બનાવેલ તે રદ કરવાની માંગ સાથે ગઢડા મામલતદાર ને આવેદનપત્ર પાઠવ્યું હતું.

Scroll to Top