Surendranagar : ગુજરાતનો એક જિલ્લો એવો છે જ્યાં હનુમાનજીના 50 નહીં પરંતુ હનુમાનજીના 4500 મંદિરો આવેલા છે. આ જિલ્લો એટલે સુરેન્દ્રનગર (Surendranagar) જ્યાં શહેરી વિસ્તારમાં જ 1500 હનુમાન મંદિર આવેલા છે. દરેક ગલી અને શેરીમાં બે થી વધુ હનુમાનજીના મંદિરો છે. દરેક હનુમાનજીના મંદિરના નામ પણ શેરી મોહલ્લા અને તેની ખાસિયત મુજબ રાખવામાં આવ્યા છે. જેમાં ડોક્ટર હનુમાન, વાડીવાળા હનુમાન, ભીડભંજન હનુમાન, ખીજડીયા હનુમાન, લીંબડીયા હનુમાન, કષ્ટભંજન હનુમાન, બળિયા હનુમાન, સિંદુરીયા હનુમાન, છબીલા હનુમાન, સહિતના અનેક હનુમાનજીના મંદિરોનો સમાવેશ થાય છે દરેક હનુમાનજીના મંદિર ભક્તોમાં શ્રદ્ધા અને આસ્થાનું વિશેષ સ્થાન ધરાવે છે.
હનુમાન જયંતીના દિવસે કેવું આયોજન થાય છે
આજે સુરેન્દ્રનગર (Surendranagar) શહેરમાં ગલીએ ગલીએ હનુમાનજી મહારાજના મંદિરો આવેલા છે ત્યાં હનુમાનજી મહારાજના હનુમાન જયંતી નિમિત્તે ઉત્સવો ઉજવાઈ રહ્યા છે. ગલીએ ગલીએ હનુમાનજીના અનેક અલગ અલગ નામ હોય છે. દાખલા તરીકે વીજળીના થાંભલા પાસે પાસે હોય તો વીજળીયા હનુમાન, તો કોઈ લીમડા નીચે હોય તો લીમડીયા હનુમાન, ખીજડીયા નીચે હનુમાનજી નું મંદિર હોય તો ખીજડીયા હનુમાન એવું જ સુરેન્દ્રનગર (Surendranagar) ના ડાર્મી રોડ ઉપર આવેલું વીરભંજન હનુમાનજી મહારાજનું મંદિર છે. જે છેલ્લા 42 વર્ષથી અહીંયા સ્થાપિત છે અને તેમજ અમે ગાયત્રી ગ્રુપ દ્વારા અહીંયા અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવે છે. જેમ કે સવારે મારુતી યજ્ઞ અને સાંજે બટુક ભોજન હોય છે. સાથે રાત્રિના ભજન અને ડાયરાના પણ કાર્યક્રમ હોય છે. એવી જ રીતે સુરેન્દ્રનગર (Surendranagar) શહેરમાં અને ઝાલાવાડમાં આશરે 4500 જેવા મંદિરો હશે. ગલિએ ગલીએ સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લા માટે હનુમાનનગર શબ્દ પણ પ્રયોજવામાં આવે છે. હનુમાન જયંતી નિમિત્તે કેટલાક હનુમાનજી મંદિરોમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, લોક ડાયરો, જુનિયર ફિલ્મી કલાકારોનું કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવે છે, સાથે જ મહાપૂજા, આરતી, યજ્ઞ, મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવતું હોય છે.
કેમ આ જિલ્લાને હનુમાનનગર પણ કહેવાય છે
સુરેન્દ્રનગર (Surendranagar) જ્યાં શહેરી વિસ્તારમાં જ 1500 હનુમાન મંદિર આવેલા છે. દરેક ગલી અને શેરીમાં બે થી વધુ હનુમાનજીના મંદિરો છે. દરેક હનુમાનજીના મંદિરના નામ પણ શેરી મોહલ્લા અને તેની ખાસિયત મુજબ રાખવામાં આવ્યા છે. જેમાં ડોક્ટર હનુમાન, વાડીવાળા હનુમાન, ભીડભંજન હનુમાન, ખીજડીયા હનુમાન, લીંબડીયા હનુમાન, કષ્ટભંજન હનુમાન, બળિયા હનુમાન, સિંદુરીયા હનુમાન, છબીલા હનુમાન, સહિતના અનેક હનુમાનજીના મંદિરોનો સમાવેશ થાય છે દરેક હનુમાનજીના મંદિર ભક્તોમાં શ્રદ્ધા અને આસ્થાનું વિશેષ સ્થાન ધરાવે છે.